વાયુ વાવાઝોડાની ઇફેફટ. : મોરબીમાં મોડીરાત્રે સામાન્ય વરસાદ પડ્યો

- text


મોરબી જિલ્લામાં હળવદને બાદ કરતાં તમામ તાલુકામાં મોડીરાત્રે સામાન્ય વરસાદ પડ્યા બાદ આજે સવારે પણ ઝરઝર ઝરઝર વરસાદ પડ્યો

મોરબી : કચ્છ તરફ ફંટાતા વાયુ વાવાઝોડાની અસર રૂપે મોરબી જિલ્લામાં હળવદ સિવાયના તાલુકામાં ગત મોડીરાત્રે સામાન્ય વરસાદ પડ્યો હતો.જોકે આજે સવારથી ઘટાટોપ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મોરબીમા ધીમીધારે વરસાદ પડ્યો હતો.

- text

સંભવિત કચ્છ તરફ ફંટાતું વાયુ વાવાઝોડાની અસરરૂપે મોરબી જિલ્લામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ પડ્યો હતો.જોકે મોરબી જિલ્લામાં હળવદ સહિતના તાલુકાઓમાં ગત મોડીરાત્રે સામાન્ય વરસાદ પડ્યો હતો.જેમાં મોરબીમાં વાયુ વાવાઝોડાના પગલે ગત મોડી રાત્રે 8 મીમી, માળીયામાં 5 મીમી, ટંકારામાં 8 મીમી અને વાંકાનેરમાં 1 મીમી વરસાદ પડ્યો હતો.જ્યારે હળવદ વિસ્તાર કોરોધાકોડ રહ્યો હતો.જોકે ગત મોડીરાત્રીથી વરસાદી માહોલ બંધાયેલો છે અને આજે સવારથી ઝરઝર ઝરઝર વરસાદ પડવાનો શરૂ થયો છે જોકે આજે સવારે વાતાવરણની વિચિત્ર સ્થિતિ જોવા મળી હતી.જેમાં ઝરમર ઝરમર વરસાદ બાદ વાદળો વચ્ચેથી સૂર્યની અલપ ઝલપ જોવા મળી હતી.હાલ વાતાવરણ ગોરભાયેલું છે. દિવસ દરમ્યાન વરસાદ પડે તેવી સંભાવના છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text