વાયુ વાવાઝોડું કચ્છ તરફ આગળ વધતા નવલખી બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું

- text


મોરબી : કચ્છ તરફ વાયુ વાવઝોડું આગળ વધતું હોવાની હવામાન વિભાગની સુચનાને પગલે મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.જોકે મોરબી જિલ્લામાં હાલ તોફાની પવન ફૂંકાતા તંત્ર હરકતમાં આવ્યું છે.

- text

વાયુ વાવાઝોડાનો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. અને કચ્છને વાયુ વાવાઝોડું ટચ કરે તેવી સંભાવના દર્શવામાં આવી છે.ત્યારે આજે વાયુ વાવાઝોડું કચ્છ તરફ ગતિ કરતુ હોવાનું હવામાન વિભાગની સુચનાને પગલે મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.જોકે નવલખી પોર્ટની તમામ કામગીરી ચાલુ રખાઇ છે .ત્યારે થોડા દિવસો અગાઉ અધિક કલેકટરે કચ્છ તરફ ફંટાતું વાયું વાવઝોડું મોરબીને બહુ અસર નહિ કરે અને ભારે પવન ફૂંકવાની તથા વરસાદ પડવાની સંભાવના દર્શાવી હતી.ત્યારે આજે ભારે પવન ફૂંકાયો છે અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે ક્યારેક ક્યારેક આજે છાટા પડી રહ્યા છે જોકે તંત્રના જણાવ્યા મુજબ કચ્છ તરફ ફંટાતું વાયુ વાવાઝોડું મોરબીને ટચ નહિ થાય એટલે લોકોને ગભરાવવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે.

- text