કચ્છ તરફ ફંટાતું વાવાઝોડું મોરબીને ટચ નહિ કરે

- text


ઉપરથી સૂચના આવી નથી, કચ્છ તરફ ફંટાતું વાવાઝોડાથી પવનની ગતિ વધવાની અને વરસાદ પડવાની અધિક કલેકટરે શકયતા વ્યક્ત કરી

મોરબી : વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો એવું બે દિવસ પહેલા જ દર્શાવાયું હતું.પરંતુ ગઈકાલે વાવાઝોડાએ દિશા બદલી છે. અને કચ્છ તરફ ફંટાવાની શકયતા છે. ત્યારે મોરબીમાં તેની અસરો થશે કેમ તે અંગેની વાતચીતમાં અધિક કલેકટરે જણાવ્યું હતું કે આ અંગેની ઉપરથી કોઈ સૂચના આવી નથી પરંતુ મોરબીમાં બહુ ઓછી અસર થશે ભારે પવન ફૂંકવાની સાથે વરસાદ પડવાની સંભાવના છે.તેથી લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text

વાયુ વાવાઝોડાએ દિશા બદલી છે અને કચ્છ તરફ ફંટાઈ જવાની સંભાવના વચ્ચે મોરબીમાં વાયુ વાવાઝોડાની અસર થશે કે કેમ તે અંગે અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડા વિશે ઉપરથી કોઈ સૂચના આપવામાં આવી નથી એટલે સતાવાર રીતે આવી કોઈ માહિતી મળી નથી. પણ કદાચ જો કચ્છ તરફ ગતિ કરતા વાયુ વાવાઝોડાથી મોરબીમાં બહુ ઓછી અસર થશે અને મોરબીને ટચ પણ નહીં થાય. ભારે પવન ફૂંકવાની સાથે વરસાદ પડવાની શક્યતા છે. જોકે હાલ તો પરિસ્થિતિ તંત્રના નિયત્રણ હેઠળ છે અને લોકોને ગભરાવવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે.

- text