મોરબીમા હવે સરળતાથી શીખી શકાશે ગરબા : કાલથી પાટીદાર દાંડિયા ધમાલનો પ્રારંભ

- text


નવસારી અને સુરતના પ્રખ્યાત અને અનુભવી પાટીદાર દાંડિયા ધમાલ ગ્રૂપ દ્વારા બે બેચમાં અપાશે કોચિંગ

મોરબી : મોરબીમાં હવે સરળતાથી દાંડિયા ગરબાના અવનવા સ્ટેપ્સ શીખી શકાશે. કારણકે સુરત અને નવસારીનું પ્રખ્યાત અને અનુભવી પાટીદાર દાંડિયા ધમાલ ગ્રૂપ મોરબીમાં કાલથી ગરબાના કોચિંગ કલાસ શરૂ કરવા જઈ રહ્યું છે.

મોરબીમાં પાટીદાર દાંડિયા ધમાલનો આવતીકાલે તા. 15 જુનથી પ્રસંગ હોલ, જીઆઇડીસી રોડ નજીક, શનાળા રોડ ઉપર પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં એક સ્પેશિયલ લેડીઝ બેચ જેનો સમય સાંજે 6 થી સાંજે 7:30 તેમજ બીજી જનરલ બેચ જેનો સમય સાંજે 8:30 થી 10:30 રહેશે. જનરલ બેચમાં કપલ, ફેમેલી સહિત કોઈ પણ ભાગ લઈ શકશે.

પાટીદાર દાંડિયા ધમાલ ગ્રૂપએ સુરત અને નવસારીનું પ્રખ્યાત અને 15 વર્ષનો અનુભવ ધરાવતું ગ્રૂપ છે. આ ગ્રૂપ દ્વારા તમામ ખેલૈયાઓ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. ગ્રૂપ દ્વારા રજવાડી દાંડિયા, રજવાડી ઘુમ્મર, સ્ટાઈલિશ ટીટોડો, વેસ્ટર્ન ગરબા તેમજ બીજા અલગ અલગ 100 સ્ટેપ સુધીના સ્ટેપ શીખવામાં આવશે. જેમાં 6, 15, 21, 35, 41…..100 સુધીના સ્ટેપનો સમાવેશ થશે.

- text

નવરાત્રીમાં દરેક ખેલૈયાઓ અવનવા સ્ટેપ્સ રમવા માટે થનગનતા હોય છે. ત્યારે પાટીદાર દાંડિયા ધમાલ ગ્રૂપ દ્વારા તેઓને અવનવા સ્ટેપ્સ શીખવવામાં આવશે. જેથી ખેલૈયાઓ મન મુકીને ઝૂમીને નવરાત્રીને માણી શકે. વધુ વિગત માટે મો.નં. 97270 17747 અથવા 96380 12800 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text