વાવાઝોડાનો ભય ટળતા નવલખી બંદરે નવ નંબરનું હટાવીને બે નંબરનું સિગ્નલ લગાવાયું

- text


નવલખી પોર્ટ ધીમે ધીમે પુન:ધમધમતું થશે

મોરબી : મોરબી જિલ્લા પર હવે વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. જોકે મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરે આ વાવાઝોડાની અસર થવાની સંભાવના હતી. આથી સૌથી વધુ ગંભીર ખતરારૂપ નવ નંબરનું સિગ્નલ નવલખી બંદરે બે દિવસ પહેલા જ લગાવી દીધું હતું. પણ હવે વાવાઝોડાનો ખતરો ટળતા નવલખી બંદરે નવ નંબરનું હટાવીને બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

- text

ગુજરાત તરફ આવતું વાયુ વાવાઝોડું ઓમાન તરફ ગતિ કરી જતા મોરબી જિલ્લામાં આ તોફાનનું સંકટ ટળ્યું હતું. જોકે બે દિવસ પહેલા વાયુ વાવાઝોડું ગુજરાત તરફ ઝડપભેર ગતિ કરતું હોવાથી મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરે આ વાવાઝોડું ટચ થાય તેવી શક્યતાઓ દર્શાવામાં આવી હતી. હવામાન વિભાગની સુચનને પગલે નવલખી બંદરે ગંભીર ખતરારૂપ નવ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. ત્યારે વાવાઝોડાનો ખતરો ટળતા આજે નવલખી બંદરે નોર્મલ સ્થિતિ થઈ જવાથી નવ નંબરનું જે સિગ્નલ હતું તેની જગ્યાએ બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. નવલખી બંદરના પોર્ટ ઓફિસર નીરજ હદવાણીએ જણાવ્યું હતું કે હવે વાવાઝોડું બીજી દિશામાં ફંટાઈ જતા આ ખતરો ટળવાથી નવલખી બંદરે એકદમ નોર્મલ સ્થિતિ થઈ જવાથી બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને ધીમે ધીમે પોર્ટની કામગીરી રાબેતા મુજબ ધમધમવા લાગશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text