મોરબી : ટ્રેકટર હડફેટે ઇજાગ્રસ્ત થયેલા એક્ટીવા ચાલકનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર 15 દિવસ પૂર્વે ટ્રેકટરે હડફેટે લેતા એક્ટિવાચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઇજાગ્રસ્ત એક્ટિવાચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ગત તા. 24 મેના રોજ મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા ઓઇલ મિલની પાસે જીજે 36 બી 9288 નંબરના ટ્રેકેટરે જીજે 03 એચએલ 9409 નંબરના એક્ટિવાને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક કિશોરભાઈ બચુભાઇ પાંચાણીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ લાંબી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું છે. આથી મૃતકના ભત્રીજા પ્રેમલકુમાર કિશોરભાઈ પાંચાણીની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text