મોરબીમાં યુવાન ઉપર બે શખ્સોનો છરી વડે હુમલો

- text


મોરબી : મોરબીમાં બે શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરીને બાદમાં તેની ઉપર છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવાનની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે બન્ને શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મફતિયાપરામા રહેતા મુકેશભાઈ ચંદુભાઈ પરેસાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રેલવે સ્ટેશન રોડ ઉપર સુરજબાગમાં હતા તે વેળાએ એજાજ અને પવલો નામના બે શખ્સોએ ત્યાં આવીને તેમની સાથે બોલાચાલી કરીને તેમને પડખા અને વાસાના ભાગે છરી મારી દીધી હતી. આ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે હુમલો કરનાર બન્ને શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text