મોરબીમા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ આયોજિત માર્ગદર્શક સેમિનાર સંપન્ન

- text


ધો. 10 અને 12 પછી શુ કરવું તે વિષય ઉપર નિષ્ણાંતએ માર્ગદર્શન આપ્યું

મોરબી : મોરબીના વરિયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ દ્વારા ધોરણ 10 અને 12 પછી ક્યાં ક્ષેત્રમાં આગળ વધવું એ માટેનો માર્ગદર્શક સેમિનાર તારિખ 2ને રવિવારે વરિયામંદિરમાં યોજાયો હતો. આ સેમિનારના મુખ્ય વક્તા આઈ.ટી. કન્સલ્ટન્ટ ધીરજભાઈ પુજારા હતા.

મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ દ્વારા રવિવારના રોજ ધોરણ 10 અને 12 પછી કારકિર્દી બનાવવા માટે શું કરવું એ માટેનો ફ્રી સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટના એલ્યુમની અને 17 વર્ષનો અનુભવ ધરાવતા આઈ.ટી. કન્સલ્ટન્ટ ધીરજભાઈ પુજારાએ વિશેષ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ કોર્સ અને ઇન્ડસ્ટ્રીઅલ પ્રોજેક્ટસ કે જેનાથી શ્રેષ્ઠ જોબ મળી શકે તે માટે માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ પ્રવીણભાઈ મોહનભાઇ વારનેશિયા, પ્રવીણભાઈ અવચરભાઈ વારનેશિયા, અનિલભાઈ અંદોદરીયા, ભરતભાઈ બદરખીયા, દીપકભાઈ સખનપરા, ધ્રુવકુમાર સવાડીયાએ જહેમત ઉઠાવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text