મોરબીના ચકમપર ગામે દંપતિ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો

- text


મોરબી : મોરબીના ચકમપર (જી) ગામે દંપતિ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ તાલુકા પોલીસ દફતરે નોંધાઇ છે.પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ચકમપર (જી)ગામે રહેતા ત્રિભોવનભાઈ વલજીભાઈ ચૌહાણ ઉ.વ.29 નામના યુવાને પ્રકાશભાઈ કાંતિભાઈ ચૌહાણ, દિનેશભાઇ ઉર્ફે ભીમાભાઈ કાંતિભાઈ ચૌહાણ, કાંતિભાઈ હરિભાઈ ચૌહાણ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા.2ના રોજ તેમના પત્ની ચકમપર ગામે નવા પ્લોટમાં પાણી ભરીને આવતા હતા.ત્યારે આરોપીઓ બીભત્સ ગાળો બોલતા હોવાથી તેમના પત્નીએ ફરિયાદીને આ બાબતની વાત કરી હતી .આ બાબતથી ઉશ્કેરાયેલા આરોપીએ દંપતીને લાકડી અને ધોકા વતી માર માર્યો હતો.બાદમાં યુવાને આ બાબતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text