મોરબી પાલિકાએ 35 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યુ

- text


રાત્રીના સમયે ખાણીપીણીની લારીઓ ઉપર ચેકીંગ : રૂ. 4440નો દંડ વસુલાયો

મોરબી : મોરબી પાલિકાએ દુકાનો અને ખાણીપીણીની લારીઓ ઉપર ચેકીંગ હાથ ધરીને 35 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને રૂ. 4440નો દંડ વસુલ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી પાલિકા દ્વારા શહેરમા સ્વચ્છતા ભંગ કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ ઉપર તવાઈ ઉતારવામાં આવી રહી છે. ગઈકાલે પણ પાલિકાએ બપોરથી મોડી રાત્રી સુધી ચેકીંગ ડ્રાઇવ ચાલુ રાખી હતી. જેમાં દુકાનો ઉપર તેમજ રાત્રીના સમયે ખાણીપીણીની લારીઓ ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. આ વેળાએ પાલિકાએ કચરો ફેંકતા વેપારીઓને દંડ ફટકારવાની પણ કાર્યવાહી કરી હતી. ઉપરાંત 35 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો પકડી પાડી તેને જપ્ત કર્યો હતો. આ ચેકીંગ ડ્રાઇવમાં પાલિકાની ટીમે કુલ રૂ. 4440નો દંડ વસુલ કર્યો હતો.

- text

- text