મોરબીમા યુવાનને તેના પિતરાઈ ભાઈએ છરીના ઘા ઝીંક્યા

- text


 

પૈસાની લેતી દેતી બાબતે થયેલી માથાકૂટ બાદ છરી વડે હુમલો

મોરબી : મોરબીના બાપાસીતારામ ચોક પાસે એક દુકાનમાં યુવાનને તેના પિતરાઈ ભાઈએ રૂપિયાની લેતી-દેતી બાબતે થયેલી માથાકૂટ બાદ છરીના ઘા ઝીંકી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. છરી વડે થયેલા હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ મામલે ફરિયાદની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક નજીક રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર આવેલી બંસરી ટોય નામની દુકાનમાં પૈસાની લેતી દેતી મામલે અમિત પ્રવિણભાઇ ભાલોડીયાને તેના કાકા કિશોરભાઈ મારીયા અને કાકાના દીકરા રાહુલ કિશોરભાઈ મારિયા સાથે બોલાચાલી થઈ હતી જેથી રાહુલે અમિતને છરીના આડેધડ ઘા ઝીકી દિધા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઈજા પામેલ અમિત પ્રવીણભાઈ ભાલોડીયાને હાલ શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

- text

ઘટનાની જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી. આ મામલે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text