લજાઈ નજીક કન્ટેનર પલટી મારી ગયું

- text


 

ફોર ટ્રેક રોડના કામમાં બેદરકારીના કારણે અવાર નવાર સર્જાતા અકસ્માતો

ટંકારા : ટંકારાના લજાઈ નજીક હાઇવે ઉપર રાતના સમયે એક કન્ટેનર પલટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતના કારણે રોડ ઉપર થોડી વાર માટે ભારે ટ્રાફિક પણ સર્જાયો હતો.

- text

મોરબી- રાજકોટ હાઇવેને ફોર લેન બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ આ દરમિયાન હાઇવે ઉપર સુચનના બોર્ડ તેમજ જ્યા કામ ચાલી રહ્યું હોય તે એરિયાને કરવામાં આવતો ન હોવાથી અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવ્યા કરે છે. તેવામાં આજે રાતના સમયે લજાઈ નજીક આવી જ બેદરકારીના લીધે રાજકોટથી મોરબી તરફ આવતું એક કન્ટેનર પલ્ટી મારી ગયો હતો. જો કે સદનશીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ કન્ટેનર રોડ ઉપર પલટી જતા થોડી વાર માટે ભારે ટ્રાફિક સર્જાયો હતો.

- text