મોરબીમા પીપળી રોડ સિવાયની લાઇનોમાંથી ગેસ ઉપર ૧૦ ટકા કાપ પાંછો ખેંચાયો

- text


પીપળી રોડ પરની લાઇનમાં પાંચ ટકાનો જ કાપ રખાયો , આગામી દિવસોમાં તે પણ દૂર કરાશે : બંધ પડેલી કિલન શરૂ કરવાની સીરામીક એસોસિએશનની માંગ

મોરબી : મોરબીમાં પીપળી રોડ સિવાયની ગેસ લાઇન ઉપરથી ૧૦ ટકા કાપ ગેસ કંપનીએ દૂર કરી નાખ્યો છે. જ્યારે પીપળી રોડ પરની લાઈનમાં પણ હવે માત્ર પાંચ ટકા જ કાપ યથાવત રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં આજે સીરામીક એસોસિએશને બંધ પડેલી કિલન ચાલુ કરવાની માંગ પણ ઉઠાવી છે.

મોરબીમાં ગેસની સપ્લાયને પહોંચી વળવા માટે જીએસપીસી દ્વારા તાબડતોબ પાઇપલાઇનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પાઇપલાઇનના કામને પૂરું કરવા બાદ ગેસ કંપનીએ ઉદ્યોગો માટે જે ૨૦ ટકા ગેસ કાપ મુક્યો હતો. તેને ઘટાડીને ૧૦ ટકા કરી નાખ્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થઈ જતા આજરોજ ગેસ કંપનીએ ફરી કાપમાં ઘટાડો કર્યો છે.

- text

જીએસપીસીના અધિકારીએ જણાવ્યું કે મોરબીના સીરામીક ઉદ્યોગોને લખધીરપુર, ઢુઆ અને પીપળી-ગાળા એમ ત્રણ ગેસની લાઈનમાંથી ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે.આજ રોજથી લખધીરપુર અને ઢુંઆ લાઈનમાંથી ૧૦ ટકા ગેસ કાપ નાબૂદ કરવામાં આવ્યો છે. જ્યારે પીપળી ગાળા ગેસ લાઈનમાં ૫ ટકા ગેસ કાપ નાબૂદ કરાયો છે. જેથી હવે આ લાઈનમાં માત્ર ૫ ટકા જ ગેસ કાપ રહેશે. આ ગેસ કાપ પણ આગામી સમયમાં નાબૂદ કરવામાં આવનાર છે.

વધુમાં સીરામીક એસોસિએશને ગુજરાત ગેસના સીઈઓ નીતિન પાટીલને રજુઆત કરી હતી કે અનેક કંપનીમાં બે-કિલન છે.જેમાં એક કિલન ઘણા સમયથી બંધ છે.અને અમુક કંપની સાવ બંધ છે. આવી કંપનીઓએ ગેસની જરુરીઆત માટે અરજી કરેલ છે. કુલ 47 કંપની માંથી 6 કંપની સાવ બંધ છે અને 41 કંપનીમાં બીજી કિલન ચાલુ કરવા માંગે છે. આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને તાત્કાલિક ધોરણે ગેસ સપ્લાય કરવામાં આવે તેવી માંગ છે.

- text