આમરણ ગામે લગ્નપ્રસંગમાં સુરતના હતભાગી બાળકોને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


 

મોરબીના ધ ફેમિલી બિન કાફેમા પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

મોરબી : સુરતમાં એક ખાનગી ટ્યુશન કલાસીસમાં બનેલા અગ્નિકાંડમાં 19થી વધુ બાળકો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા છે.સુરતની આ ગોઝારી ઘટનાથી સમગ્ર ગુજરાત આઘાતમાં સરી પડ્યું છે. ત્યારે મોરબીમા પણ આ ઘટના સંદર્ભે દુઃખ વ્યક્ત કરીને હતભાગી બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

મોરબીના આમરણ ગામે આજે લગ્નપ્રસંગમાં સુરતના હતભાગી બાળકોને ભાવભીની શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.જેમાં મધુબન ગ્રીનનું સંચાલન કરતા સુંદરજીભાઈ હિરજીભાઈ અઘેરાના પુત્ર વિરલના આજે લગ્ન હતા તેથી તેમણે સુરતના બાળકોને અંજલિ આપ્યા બાદ લગ્નવિધિ કરવાનું નક્કી કરાયું હતું.આથી રીતે લગ્નમાં વર કન્યા બન્ને પરિવારો અને લગ્નમાં ઉપસ્થિત તમામ લોકોએ બે મિનિટ મૌન પાળીને સુરતના હતભાગી બાળકોને શ્રદ્ધાંજલી આપી હતી. આ સાથે મોરબીના ધ ફેમિલી બિન કાફે દ્વારા પણ મૃતક વિદ્યાર્થીઓની આત્મશાંતિ માટે પ્રાર્થના કરીને તેઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

- text

- text