મોરબીમાં SMVS સ્વામિનારાયણ મંદિર દ્વારા વચનામૃત કથાનું આયોજન

- text


મોરબી : મોરબીમાં SMVS સ્વામિનારાયણ મંદિર દ્વારા લોકોને જીવનનું સાચું દર્શન કરાવવા માટે કથામુત સમાન વચનામૃત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા.25 મેથી 27 મેં દરમ્યાન રત્નકલા એક્સપોર્ટ ગાંધીનો વંડો, શનાળા રોડ મોરબી ખાતે વચનામૃત કથા યોજાશે.જેમાં કથાનું શ્રવણ કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.

વચનામૃત કથા શ્રવનનો સમય દરરોજ રાત્રે 8-30 થી 11-30નો સમય રાખવામાં આવ્યો છે. જેમાં દિવ્ય વક્તા સત્યસંકલદાસજી સ્વામી વચનામૃત કથાનું સરળ શૈલીમાં રસપાન કરાશે, કથાના પ્રારંભે તા.25ને શનિવારે રાત્રે 8-30 વાગ્યે ઉમિયા સર્કલથી કથા સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા નીકળશે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે .આ પ્રસંગે રાજકીય મહાનુભવો મોહનભાઇ કુંડરિયા, જ્યંતીભાઈ કવાડિયા, બીજેશ મેરજા, કાંતિલાલ અમૃતિયા, રાઘવજીભાઈ ગડારા, કિશોરભાઈ ચીખલીયા, કેતનભાઈ વિલપરા તથા સામાજિક અગ્રણીઓ ડો.જ્યંતીભાઈ ભાડેશીયા, પોપટભાઈ કગથરા, નંદલાલ વિડજા, શિવલાલ ઓગણજા, જ્યંતીભાઈ જેરાજભાઈ, મહેશભાઈ ભોરણીયા, તેમજ અધિકારીઓ આર.જે.માકડીયા, કેતન જોશી, ડો.કરનરાજ વાઘેલા, એચ.એમ.ખટાણા સહિતના ઉપસ્થિત રહેશે.

- text

હાલમાં માનવજીવન દોડધામભરી જીવનશૈલીને કારણે આધિ વ્યાધિ અને ઉપાધિથી પીડાય છે.તેથી માણસને તણાવ મુક્ત રહેવા માટે આધ્યાત્મિક ચિંતન જરૂરી હોય છે.તેથી આ વચનામૃત કથાનો લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text