મોરબીમાં માતા રમાબાઈ આંબેડકર સમુહલગ્ન સમિતિ દ્વારા દ્વિતીય સમુહલગ્ન સંપન્ન

- text


મોરબી : માતા રમાબાઈ આંબેડકર સમૂહલગ્ન સમિતિ મોરબી દ્વારા મોરબી ખાતે દ્વિતીય સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરશુરામ પોટરી મેદાન, ભડીયાદ રોડ ખાતે આયોજિત આ સમુહલગ્નમાં ૧૫ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

રવિવાર તારીખ ૧૨/૦૫/૨૦૧૯ના રોજ આયોજિત થયેલ આ સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી દીકરીઓને કરીયાવારમાં ઘર વપરાશની વિવિધ ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. સવારે જાન આગમન બાદ સંતોના સામૈયા, હસ્તમેળાપ, ભોજન સમારંભ અને કન્યા વિદાય સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાયા હતા. માતા રમાબાઈ આંબેડકર સમુહલગ્ન સમિતિ મોરબી તરફથી આ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વર્તમાન ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિત તમામ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text