મોરબી : અનુ.જાતિ ઉપર થતા અત્યાચાર રોકવા કલેકટરને રજુઆત

- text


લીલાપર ગામે યુવતીની છેડતી કરનાર સામે કડક પગલા લેવાની માંગ

મોરબી : અનુ. જાતિ પર થતા અત્યાચાર રોકવા મુદ્દે મોરબીના અનુ. જાતિના આગેવાનોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. આ સાથે તેઓએ લીલાપર ગામે યુવતીની છેડતી કરનાર સામે કડક પગલા લેવાની માંગ પણ કરી હતી.

અનુ.જાતિના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને રજુઆતમાં જણાવાયું હતું કે અમદાવાદના બાવળા ગામે અનુ. જાતિની દીકરીની ૩ શખ્સોએ છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આમ અનુ. જાતિ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે. તેની સામે પગલા લેવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું કે મોરબીના લીલાપર ગામે પણ અનુ. જાતિની યુવતીની છેડતી કરવામાં આવી હતી. છેડતી કરનાર શખ્સો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text