ધોરણ 12 સાયન્સ : મોરબી જિલ્લાનું 84.02 ટકા : A1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓ

- text


મોરબી સેન્ટરનું 81.44 જ્યારે વાંકાનેરનું 84.11 અને હળવદનું 91.13 ટકા પરિણામ આવ્યું

મોરબી : આજે જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં મોરબી જીલ્લાનું પરિણામ 84.02 ટકા આવ્યું છે. જ્યારે એવન ગ્રેડમાં મોરબી જિલ્લામાં કુલ 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં બે વિદ્યાર્થીઓ મોરબીની નવયુગ વિદ્યાલયના છે

જ્યારે સેન્ટર વાઇસ પરિણામ જોઈએ તો મોરબી સેન્ટરનું 81.44 જ્યારે વાંકાનેરનું 84.11 અને હળવદનું 91.13 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે એવન ગ્રેડમાં સ્થાન મેળવનાર છાત્રોમાં નવયુગ વિદ્યાલયના માખીજા ગૌતમ 99.98 પીઆર, સદાતીયા મિત 99.96 પીઆર મેળવનાર બંને છાત્રોનો સમાવેશ થાય છે.

જ્યારે માર્ચ-એપ્રિલ 2019માં લેવાયેલી 12 સાયન્સની પરીક્ષામાં મોરબી જિલ્લામાં કુલ 2069 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 2065 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આજે જાહેર થતા મોરબી જિલ્લામાં 84.2 ટકા રિઝલ્ટ સાથે એ વન ગ્રેડમાં કુલ ત્રણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. જ્યારે એ ટુ ગ્રેડમાં 96 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.

- text

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text