મોરબીની નવયુગ વિધાલયે ધો.12 સાયન્સની પરીક્ષામાં મેદાન માર્યું

- text


નવયુગ સ્કૂલના બે વિધાર્થીઓએ એ વન ગેડ સાથે સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું.

કપરા સંઘર્ષની સાથે નવયુગ સ્કૂલની પદ્ધતિસરનું શિક્ષણ જ અમારી સફળતાનો શ્રેય : ગૌતમ માખીજા અને મિત સદાતીયા

મોરબી : મોરબીની નવયુગ સ્કૂલે આજે ધો.12 સાયન્સની પરીક્ષાના પરિણામમાં મેદાન માર્યું હતું.સમગ્ર જિલ્લામાં ધો.12 સાયન્સમાં ઉચ્ચતમ પરિણામ મેળવવામાં નવયુગ સ્કૂલ અગ્રેસર રહી હતી.નવયુગ સ્કૂલના બે વિધાર્થીઓ એ વન ગ્રેડ સાથે સાથે જિલ્લામાં અગ્રક્રમે રહ્યા હતા.આ બન્ને વિધાર્થીઓએ પોતાની આ સફળતામાં કપરો સંઘર્ષની સાથે નવયુગ સ્કૂલનું સર્વોત્તમ શિક્ષણ પદ્ધતિને જવાબદાર ગણાવી હતી.

મોરબીની નવયુગ સ્કૂલે આજે ફરી ધો.12 સાયન્સના પરિણામમાં દબદબો જાળવી રાખ્યો છે.જેમાં સ્કૂલના બે વિધાર્થીઓએ એ વન ગ્રેડ મેળવીને સમગ્ર રાજ્યમાં નવયુગ સ્કૂલનું નામ ગૌરવવંતુ કરી દીધું છે.જેમાં મોરબીની નવયુગ સ્કૂલમાં ભણતા માખીજા ગૌતમ પ્રદીપભાઈએ ધો.12 સાયન્સની પરીક્ષામાં 97.66 ટકા અને 99.98 પીઆર સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે.ગૌતમએ ગુપમાં 600 ગુણમાંથી 595 ગુણ સાથે રાજ્યમાં દ્વિતીય ક્રમે અને મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યો છે.જોકે તેના પિતા પ્રદીપભાઈ તિરુમલભાઈ માખીજા શાકમાર્કેટમાં ફૂટ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે .સામાન્ય પરિવારના પિતાએ આકરી મહેનત કરીને પુત્રને સારું શિક્ષણ અપવાયું છે સામે છેડે પુત્રએ પણ અથાક મહેનત કરીને ધો.12 સાયન્સની પરીક્ષામાં જવલંત સિદ્ધિ મેળવીને પિતાની છાતીને ગજ ગજ ફુલાવી દીધી છે.પુત્રની આ સફળતા જોઈને પિતાની આખમાં ખુશીના આશુ આવી ગયા હતા.પોતાની સફળતા અંગે ગૌતમ કહે છે કે, રોજ રોજ સ્કૂલમાં ભણાવતા શિક્ષણને આત્મસાત કરતો હતો અને ઘરે જઈને તે અભ્યાસનું રોજેરોજ રિવિજન કરી લેતો હતો.આ રીતે તૈયારીઓ કરીને તેણે સફળતા મેળવી છે.હવે તેને આગળ એન્જિનિયર બનવવાની ઈચ્છા છે.

નવયુગ સ્કૂલમાં ભણતા બીજા વિધાર્થી સદાતીયા મિત અશોકભાઈએ ધો.12 સાયન્સની પરીક્ષામાં બી ગ્રુપમાં 91.53 ટકા 99.96 પીઆર સાથે એ વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે.અને મોરબી જિલ્લામાં તે પ્રથમ ક્રમે આવ્યો છે.તેના પિતાજી અશોકભાઈ મોરબી તાલુકાના ખાખરાળા ગામની પ્રાથમિક સ્ફુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.આ શિક્ષક પરિવાર પુત્ર મિતના અભ્યાસ માટે છેલ્લા બે વર્ષથી મોરબી રહેવા આવી ગયા હતા.મિત પોતાની સફળતા અંગે કહે છે કે, સ્કૂલમાં દરોજજ ભણાવતા શિક્ષણને મન દઈને ગ્રહણ કરતો હતો અને પહેલેથી જ લક્ષય નક્કી કરીને દરરોજ આઠ કલાક અભ્યાસ કરીને આ સિદ્ધિ મેળવી છે.તેની આ સફળતામાં પોતાની મહેનતની સાથે માતાપિતા અને ગુરુજનોનું સતત યોગ્ય માર્ગદર્શન હોવાનું જણાવ્યું હતું.તેને આગળ ન્યુરો સર્જન બનવવાની ઈચ્છા છે.

- text

સમગ્ર નવયુગ શૈક્ષણિક સ્કૂલ બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષાના પરિણામમાં મોખરે જ રહે છે.નવયુગ સંકુલમાં નવી શૈક્ષણિક પદ્ધતિમાં સતત અપગ્રેડ કરવાની સાથે મૂલ્યનિષ્ઠ અને વિધાર્થીઓ ગોખણપટીયુ નહિ આત્મસાત કરી શકે તેવું શિક્ષણ આપતું હોવાથી વિધાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવી રહ્યા છે.જેમાં સૌથી ઉત્તમ શિક્ષણ આપવામાં આ સંસ્થાના પ્રમુખ પી.ડી કાજીયાનું ભારે યોગદાન છે ત્યારે આજે ધો12 સાયન્સની પરીક્ષામાં નવયુગ્ સ્કૂલે ફરી ડંકો વગાડ્યો છે.આ સ્કૂલના પ્રિસિપાલએ કહ્યું હતું કે, સારું પરિણામ મેળવવા કઠોર મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી પણ આજના જમાના પ્રમાણે સ્માર્ટ વર્ક કરવું જરૂરી છે.અને અમારી સ્કૂલમાં નિયમિત ઉચ્ચ શિક્ષણની સાથે સમયાંતરે કસોટી લેવામાં આવે છે.તેમાં વિષાર્થીઓની મહેનતનો ખ્યાલ આવી જાય છે.જેથી ફરથી વિધાર્થીઓને ઉત્તમ પ્રકારનું શિક્ષણ અપાઈ છે.જ્યારે એ વન ગ્રેડ મેળવનાર બન્ને વિધાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય માતાપિતા અને નવયુગ સ્કૂલને આપ્યો છે.નવયુગ સ્કૂલના પ્રમુખ પી.ડી.કજીયાએ ધો.12 સાયન્સમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર તમામ વિદ્યાર્થીઓના હાર્દિક શુભેચ્છા આપી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text