મોરબીમાં મહારાણા પ્રતાપની ૪૭૯મી જન્મ જ્યંતિની ઉજવણી કરાઈ

- text


મોરબી : શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા શ્રી મહારાણા પ્રતાપસિંહજી ની ૪૭૯મી જન્મ જ્યંતી નિમિતે મોરબી મહારાણા સર્કલ ખાતે સ્થિત મહારાણાની ભવ્ય પ્રતિમાને જય મેવાડના નાદ સાથે પુષ્પાંજલિ અર્પણ કરી જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી.

મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢ મુકામે મહારાણા ઉદયસિંહ તથા મહારાણી જીવત કવરજીના ઘેર 9 મે 1540ના દિવસે થયો હતો. સીસોદીયા રાજવંશમાં જન્મ લેનાર મહારાણા રાજપુતાના ઘરાણાના વંશજ હતા. એમનો શાસન કાળ 1568 થી 1597 સુધીનો રહ્યો હતો. આ 29 વર્ષના શાસન કાળમાં મહારાણાએ મુગલો સામે માતૃભૂમિની રક્ષા કાજે ઘણી વખત બાથ ભીડી હતી. હલદીઘાટીનું યુદ્ધ મહારાણાના નેતૃત્વમાં જ લડાયું હતું. બાહોશ લડવૈયા મહારાણા બે મ્યાન વાળી તલવાર, 80 કિલ્લો વજનનું બખ્તર અને 80 કિલ્લો વજનનો ભાલો ધારણ કરી લડાઈ મેદાનમાં ઉતરતા ત્યારે એમના આયુદ્ધોનું કુલ વજન 270 કિલો જેટલું રહેતું. જ્યારે મહારાણા પ્રતાપનું વજન 110 કિલ્લો અને શારીરિક ઊંચાઈ 7.5 ફૂટ હતી.

- text

મહારણાએ અસ્ત્ર શસ્ત્રની તાલીમ જૈમલ મેડતિયાજી પાસેથી પ્રાપ્ત કરી હતી. મહારાણા પ્રતાપ પાસે ચેતક નામનો વફાદાર અશ્વ અને રામપ્રસાદ નામનો ગજરાજ હતો જે સાત હાથીની તાકાત ધરાવતો હતો. યુદ્ધ ક્ષેત્રમાં ચેતક અશ્વ મહારાણા પ્રતાપના એક જ ઈશારે 26 ફૂટ પહોળા જળ પ્રવાહને એક કૂદકે પાર કરવા જતાં વીરગતિને વર્યો હતો. એ જગ્યાએ આજે ખોડી ઇમલી નામના વૃક્ષ પાસે વિરગતિને વરેલા અશ્વ ચેતકનું મંદિર છે. મેવાડના રાજચિહ્નમાં એક તરફ રાજપૂત તો બીજી તરફ વફાદાર એવા ભીલ જાતિનું પ્રતીક અંકિત છે. લુહાર જાતિના હજારો કારીગરોએ રાજ્યની રક્ષા કાજે મહારાણાની સેના માટે તલવારો બનાવી હતી. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ લુહાર જાતિ હાલમાં ગાઢીયા લુહાર તરીકે ઓળખાય છે. રાજ મહેલ છોડીને મહારાણા 20 વરસો સુધી મેવાડના જંગલોમાં રહ્યા હતા. નશ્વર દેહ ત્યાગતા પહેલા મહારાણાએ, ગુમાવેલું 85 ટકા મેવાડ પોતાના હસ્તક પાછું મેળવી લીધું હતું. ઇતિહાસ નોંધે છે કે શૂરવીર, હિંમતવાન, સ્વાભિમાની એવા મહારાણા પ્રતાપની આ ધરતી પરથી વિદાય સમયે દિલ્હીનો બાદશાહ અકબર પણ રડી પડ્યો હતો. એવા સીસોદીયા કુળ શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી નિમિતે શ્રી રાજપૂત કરણી સેનાએ ફૂલ માળા અને પુષ્પવૃષ્ટિ દ્વારા મહારાણાને નમન કર્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text