મોરબી: ફ્રૂટના ધંધાર્થીના પુત્રએ ધો.12 સાયન્સની પરીક્ષામાં 99.98 પીઆર મેળવ્યા

- text


સામાન્ય પરિવારના પુત્રએ અથાક પુરુષાર્થ કરીને જવલંત સિદ્ધિ મેળવી

મોરબી : મોરબી જિલ્લાનું આજે જાહેર થયેલા ધો.12 સાયન્સની પરીક્ષાના પરિણામમાં ત્રણ વિધાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે.જ્યારે ફૂટ વેંચતા શ્રમિકના પુત્રએ ધો.12 સાયન્સની પરીક્ષામાં જવલંત સિદ્ધિ મેળવી છે.જેમાં મોરબીની નવયુગ સ્કૂલમાં ભણતા માખીજા ગૌતમ પ્રદીપભાઈએ ધો.12 સાયન્સની પરીક્ષામાં 97.66 ટકા અને 99.98 પીઆર સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે.

ગૌતમએ ગુપમાં 600 ગુણમાંથી 595 ગુણ સાથે રાજ્યમાં દ્વિતીય ક્રમે અને મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યો છે.તેણે ગણિતમાં 99 ,કેમેસ્ટ્રીમાં 98 અને ફિઝિકસમાં 96 માર્ક્સ મેળવ્યા છે જોકે તેના પિતા પ્રદીપભાઈ તિરુમલભાઈ માખીજા શાકમાર્કેટમાં ફૂટ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે .સામાન્ય પરિવારના પિતાએ આકરી મહેનત કરીને પુત્રને સારું શિક્ષણ અપવાયું છે સામે છેડે પુત્રએ પણ અથાક મહેનત કરીને ધો.12 સાયન્સની પરીક્ષામાં જવલંત સિદ્ધિ મેળવીને પિતાની છાતીને ગજ ગજ ફુલાવી દીધી છે.પુત્રની આ સફળતા જોઈને પિતાની આખમાં ખુશીના આશુ આવી ગયા હતા.પોતાની સફળતા અંગે ગૌતમ કહે છે કે, રોજ રોજ સ્કૂલમાં ભણાવતા શિક્ષણને આત્મસાત કરતો હતો અને ઘરે જઈને તે અભ્યાસનું રોજેરોજ રિવિજન કરી લેતો હતો.આ રીતે તૈયારીઓ કરીને તેણે સફળતા મેળવી છે.હવે તેને આગળ એન્જિનિયર બનવવાની ઈચ્છા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text