છ વરસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ

- text


વાંકાનેર : દેશી બનાવટના વિદેશી દારૂના કેસમાં પાછલા છ વરસથી નાસતા ફરતા એક આરોપીને વાંકાનેર તાલુકા પોલીસે બુધવારે રાજકોટની મધ્યસ્થ જેલમાં પાસની સજા પુરી થતા જ રાજકોટ મધ્યસ્થ જેલની બહાર વોચ ગોઠવીને પકડી પાડયો હતો.

આ ગુન્હાની વિગત અનુસાર તારીખ 22/6/2013ના રોજ એક આરોપી ભીખુભાઇ ગોરધનભાઈ ટાકોદરા રહે. જામનગર વાળો પોતાના કબ્જામાં રહેલી આઈ કોન ફોર્ડ કાર નંબર GJ 03 AB 9007 માં 186 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 5580 / લઈને વાંકાનેર બાઉન્ડ્રી ટોલ નાકા પાસેથી ઝડપાયો હતો. વિદેશી દારૂનો આ જથ્થો મહેશ અર્જુન રહે. જામનગર પાસેથી મેળવીને આણંદના મહિપતસિંહ ઉર્ફે મહાવીરસિંહ કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાનો હોવાની કબૂલાત આપેલ. તપાસ દરમ્યાન આ જથ્થો મૂળ રામદાન પ્રભુદાન ગઢવી (મૂળ.રહે.વડોદરા) પાસેથી મેળવવામાં આવ્યો હોવાનું ખુલતા એ કામ બાબતે રામદાન ગઢવીને પકડવો બાકી હોય એને ફરાર જાહેર કરાયો હતો.
વાંકાનેર તાલુકા પોલીસના પો.સબ.ઇન્સ. એસ.એ.ગોહિલને આ આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસની સજા કાપી રહ્યો હોવાનું ધ્યાને આવતા અને તારીખ 8/5/2019ના રોજ પાસા મુક્ત થવાની ખરાઈ કરીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે વોચ ગોઠવી હતી. જેલમાંથી છૂટતા જ ૬ વરસથી નાસતા આરોપી રામદાન પ્રભુદાન ગઢવીને દબોચી લઈ ધોરણસર અટક કરી વાંકાનેર ખાતે લાવી આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text