મોરબીમાં એરપોર્ટના અભાવે સીરામીક ઉદ્યોગને મુશ્કેલી

- text


એરપોર્ટ બનાવવા સીરામિક એસોસીએશનને સરકાર સમક્ષ માંગ કરી

મોરબી : ઉધોગનગરી મોરબીને એરપોર્ટની સુવિધાના અભાવે ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સીરામીક ઉધોગના વેપાર ધંધામાં વિપરીત અસર થઈ રહી છે.સીરામીક ઉધોગમાં વેપાર અર્થે આવતા દેશ વિદેશના લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.તેથી સીરામીક એસોસિએશને સરકાર સમક્ષ મોરબીમાં એરપોર્ટ બનાવવાની માગ કરી છે.

મોરબીનો સિરામીક ઉધોગ આજે એક વૈશ્વિક ઓળખ બની ગઇ છે અને તેમા ગ્રાહકો અને ઉધોગકારો માટે રાજકોટ એર કનેક્ટીવીટી સૌથી મોટી સમસ્યા છે .આજે સોરાષ્ટ્ર એટલે ગુજરાત નહી પરંતુ આખા ભારતનુ ઔધોગીક હબ છે જેમા રાજકોટ એક ઉધોગ માટે તેમજ સૌરાષ્ટ્રનુ મુખ્ય શહેર છે અને રાજકોટ શહેરમા મોટર પંપ , મશીન , તેમજ એન્જીનીયરીંગ અને ઓટો પાર્ટસના ઉધોગો આવેલા છે. આખા વર્ષ દરમ્યાન વિદેશી ગ્રાહકો મોરબીની મુલાકાતે આવતા હોય છે તેમજ જામનગર બ્રાસ પાર્ટ , જસદણ , ગોંડલ વગેરે શહેરો અલગ અલગ ઉધોગો માટે આગવી ઓળખ ધરાવે છે . ભારત તેમજ વિદેશથી વેપાર અર્થે આવવા તેમજ જવા માટે રાજકોટ એરપોર્ટ મહત્વનો ભાગ ભજવે છે.

- text

હમણા જેટ એરવેઝની રાજકોટ સર્વિસ બંધ થતા રાજકોટ અને સૌરાષ્ટ્રની એર કનેક્ટીવીટીમા વિદેશથી આવતા ગ્રાહકો અને ભારતના ગ્રાહકોની મોટી નબળી અસર ઉધોગોમા પડે છે ત્યારે બીજી એરલાઇન્સોને તાત્કાલીક ચાલુ કરાવવા સરકારે કંઇક કરવુ જોઇએ. ઉધોગોને બચાવવા તાત્કાલીક સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી પડશે નહીતર વેપાર ધંધામા મોટી અસર આવશે. આ સ્થિતિ બહુ જ ગંભીર છે જે ધંધામા મોટી વિપરીત અસર કરનાર છે ત્યારે મોરબી સિરામીક એશોસીએસન આ બાબતને ગંભીરતાથી લેવા માટે સરકારને અપીલ કરે છે .

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

illustration of airport air traffic control tower clipart

- text