મોરબી : સીરામીક ઉદ્યોગકારના પુત્રએ 99.80% PR મેળવ્યા

- text


મોરબી : મોરબીના નાલંદા વિદ્યાલયમાં ભણતા કમલ રમેશભાઈ તુલસિયાણીએ ધોરણ 12 સાયન્સમાં એ ગ્રુપમાં 91.69% તથા 99.80% PR સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે તથા ગુજકેટમાં 120માંથી 106.25 ગુણ મેળવીને પરિવાર તથા શાળાનું નામ રોશન કર્યું છે.

કમલ પોતાના ઝળહળતા પરિણામ સાથે સમગ્ર મોરબી જિલ્લામાં ત્રીજા ક્રમે આવ્યો છે. તેના પિતા મોરબીમાં સીરામીક ફેક્ટરી ધરાવે છે. તેણે દે સ્કૂલમાં ભણીને સફળતા મેળવી છે, તે શાળામાં ભણાવવામાં આવતા તમામ વિષયો એકાગ્રતાપૂર્વક ભણીને ઘરે તેનું રીવીઝન કરી લેતો હતો. તે કોમ્પ્યુટર એન્જીનીયર બનવાની ઈચ્છા ધરાવે છે. ભણવા ઉપરાંત તેને ગાયન-સંગીત જેવી ઈત્તર પ્રવૃત્તિઓમાં રસ છે અને નવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરવી ખુબ ગમે છે. પોતાની સફળતાનો શ્રેય તેણે પોતાના માતાપિતા અને નાલંદા સ્કૂલના ગુરુજનોને આપ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text