મોરબીમાં લાંચકેસમાં મહેસુલી તલાટીનો હાઇકોર્ટમાં જામીન પર છુટકારો

- text


મોરબી : મોરબીમાં થોડા સમય પહેલા એસીબીના લાંચના છટકામાં મહેસુલી તલાટી રૂ.4 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.ત્યારે હાઇકોર્ટમાં આ લાંચ કેસમાં મહેસુલી તલાટીનો જામીન પર છુટકારો થયો છે.

મોરબીમાં થોડા સમય પહેલા એસીબીએ મહેસુલી તલાટી પ્રશાંત ભરતભાઇ શાહને રૂ.4 હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા.ત્યારે આરોપી તરફ મોરબીના એડવોકેટ દિલીપભાઈ અગેચણિયાએ હાઇકોર્ટ જામીન અરજી દાખલ કરી હતી અને આ જામીન અરજીની સુનાવણીમાં બચાવપક્ષે એવી દલીલ કરી હતી કે, આરોપીએ કોઈ લાંચ લીધી નથી અને આરોપીને આ ગુનામાં ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે.તેમજ આરોપી તરફે સંજય ચંદ્રા વિરુદ્ધ સેન્ટ્રેલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન રિપોટેડ 2012 સેક્શન 40 પ્રમાણેનું જજમેન્ટ ટાંકીને દલીલ કરી હતી. વધુમાં એવી દલીલ કરી હતી કે,સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે કોઈપણ વ્યક્તિને જેલમાં રાખવામાં આવે અને કેસનો નિકાલ કરાયા બાદ એ વ્યક્તિનો નિર્દોષ છુટકારો થાય તો તેણે જેલમાં વિતાવેલા દિવસો પાછા લાવી શકાતા નથી અને બેઇલનેટ જેઇલના સિદ્ધાંતો રજૂ કરીને દલીલ કરાતા આ દલીલો સાંભળીને હાઇકોર્ટે આરોપીને રૂ.10 હજારના શરતી જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો.આરોપી તરફે ગુજરાત હાઇકોર્ટના વકીલ પંચોલી સાહેબ, મોરબીના એડવોકેટ દિલીપભાઈ અગેચણિયા, જીતેન અગેચણિયા, પૂનમ અગેચણિયા, વિવેક વરસડા, જીતેન્દ્ર સોલંકી, સુનિલ માલકીયા, હિતેશ પરમાર, નિધિ વાઘડિયા, સાગર પટેલ, રણજીત વિઠલાપરા, કાજલ પારેખ રોકાયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text