મોરબી જિલ્લો વિજકંપનીનો કમાઉ દીકરો : કુલ આવકના ૨૨.૫ હિસ્સો મોરબીનો

- text


એક મહિને પચાસ કરોડ વીજ યુનિટનો વપરાશ : અધધ કહી શકાય તેવી ૩૯૨૬.૯૬ કરોડની વાર્ષિક આવક : ટીએન્ડડી લોસ માત્ર ૧૨ ટકા

મોરબી : સિરામિક હબ મોરબીમાં ઔદ્યોગિક વિકાસને પગલે પીજીવીસીએલ માટે મોરબી જિલ્લો કમાઉ દીકરો સાબિત થઈ રહ્યો છે, મહિને દહાડે ૫૦ કરોડ વીજ યુનિટનો વપરાશ કરતા મોરબી જિલ્લામાં વીતેલા વર્ષમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને અધધ કહી શકાય તેટલી એટલે કે રૂપિયા ૩૯૨૬.૯૬ કરોડની આવક થવા પામી છે.

ગુજરાત વિદ્યુત બોર્ડનું કંપની કરણ થયા બાદ અસ્તિત્વમાં આવેલ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની કુલ ૧૨ વર્તુળ કચેરીઓ આવેલી છે જે પૈકી મોરબી વર્તુળ કચેરી તમામ અવલ્લ નંબરે છે, મોરબી પીજીવીસીએલ હેઠળ મોરબી, હળવદ અને વાંકાનેર એમ ત્રણ ડિવિઝન અને ૧૫ સબ ડિવિઝન આવેલા છે.જેમાં ઉદ્યોગને કારણે મોરબી અને વાંકાનેર ટોપ ઉપર છે જ્યારે ખેતીવાડી કનેક્શનમાં વીજ વપરાશને લઈ હળવદ ડિવિઝન ટોચ ઉપર છે.

મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.એમ.ભલાણીના જણાવ્યા મુજબ નવરચિત મોરબી જિલ્લા નાનો હોવા છતાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની કુલ આવકમાં ૨૨.૫ ટકા હિસ્સો ધરાવે છે વર્ષ ૨૦૧૭- ૧૮મા મોરબી સર્કલ ઑફિસે પીજીવીસીએલને રૂ.૩૩૮૯.૩૧ કરોડની આવક રળી આપો હતી જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૮- ૧૯મા મોરબી વર્તુળ કચેરીની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે એલટી અને એચટી કનેક્શન થકી રૂ. ૩૯૨૬.૯૬ કરોડ એટલે કે રૂપિયા ૬૦૦ કરોડ જેટલી આવક વધુ થઈ છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા અને વાંકાનેરમા ૧૪૫૦ ઇન્ડસ્ટ્રીયલ હાઇટેનશન કનેક્શન આવેલા છે જ્યારે હળવદ ડિવિઝન હેઠળ બે જિલ્લામાં વીજ વપરાશ થાય તેટલો વપરાશ એકલા હળવદ ડિવિઝનમા ખેતીવાડીમા થાય છે અને એકંદરે ૪૦ લાખ વીજ યુનિટ હળવદમાં ખેતીવાડી વીજ જોડાણમા થઈ રહ્યો છે.

- text

પીજીવીસીએલ વીજ કંપનીમાં ટીએન્ડડી લોસનું પ્રમાણ સરેરાશ ૧૮ ટકા છે પરંતુ મોરબી જિલ્લામાં ટીએન્ડડી લોસનું પ્રમાણ માત્ર ૧૨ ટકા જ છે, વીજચોરીનું પ્રમાણ ઓછું હોવા છતાં વર્તુળ કચેરી દ્વારા ચેકીંગ ઝુંબેશ ચલાવી વર્ષ ૨૦૧૭-૧૮મા ૩૭૦૦ કિસ્સામા ૨૦૯ લાખનો દંડ વસુલ્યો હતો જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯મા ૩૮૪૮ કેસમાં ૫૬૪ લાખનો દંડ ફટકાર્યો હોવાનું અધિક્ષક ઈજનેર ડી.એમ.ભલાણીએ અંતમાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં ૧૪૪૮૫ કિલોમીટરમાં હાઇટેનશન લાઈન આવેલી છે જ્યારે લો ટેનશન લાઈન ૬૦૩૨ કિલોમીટરની છે અને ૫૪૫૯૨ ટીસી એટલે કે ટ્રાન્સફોર્મર આવેલા છે જેના થકી મોરબી વર્તુળ કચેરી પોતાના સીટી, ગ્રામ્ય, ખેતીવાડી, જ્યોતિગ્રામ અને હાઇટેનશન વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવા ૨૪ કલાક ૩૬૫ દિવસ રાઉન્ડ ધ ક્લોક સજ્જ રહે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text