વાંકાનેરના પીપરડીમાં માનસિક અસ્થિર તરુણી પર દુષ્કર્મ : આરોપી ઝડપાયો

- text


એક તરફ મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે તો બીજીતરફ મહિલાઓની સુરક્ષા સાવ પાછલી પાટલીએ ધકેલાઈ ગઈ છે એવા અનેક કિસ્સા સમયાંતરે સામે આવતા રહ્યા છે આવો જ એક કિસ્સો ગઈકાલે વાંકાનેર તાલુકાના પીપરડી ગામે બન્યો છે.
પીપરડીમાં રહેતી એક મનો દિવ્યાંગ તરુણી પર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો છે આ મનુ દિવ્યાંગ તરુણીને ઉલટી અને પેટ નો દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવી હતી જ્યાં તેમના પ્રેગ્નન્સીના ટેસ્ટ કરતાં તે પોઝિટિવ આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ તરુણીને રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે અને સમગ્ર બનાવની વાંકાનેર પોલીસને જાણ થતા પોલિસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ પીપરડી ગામમાં રહેતાં પરિવારની એક આશરે 14 વર્ષની માનસિક દિવ્યયાંગ તરુણીને ઉલટી થતી હતી અને પેટમાં દુખાવો ઉપડતા તેમને દવાખાને લઈ જવામાં આવી હતી જ્યાં તરુણીને જોતાં તબીબોને પ્રેગન્સી ની શંકા ઉપજી હતી અને પ્રેગ્નન્સી ટેસ્ટ કરતા તે પોઝિટિવ આવ્યો હતો આ ઘટનાને પગલે પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને મામલો દુષ્કર્મ હોવાથી તુરંત જ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી હાલમાં તરૂણીના પેટમાં ત્રણ માસનો ગર્ભ ઉછરી રહ્યો છે.
તરૂણીના પિતા પણ દિવ્યાંગ છે અને તેના માતા અને બહેન મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે આવી ઘટના સામે આવતા સમગ્ર પરિવાર આઘાતથી સ્તબધ બની ગયો છે. નાના એવા પીપરડી ગામમાં આ ઘટનાથી સમગ્ર ગ્રામવાસીઓમાં ફિટકાર વર્ષી રહ્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસે આ કામના આરોપી સાગર રસિકભાઈ ડાંગર જાતે આયરા વાણંદ ઉ.વ.૨૬ રહે હાલ રાજકોટ મૂળ પીપરડી વાળા પર આઈપીસી ૩૭૬(૨)આઈ, જે, એલ, એન ૩૭૬(૩) તથા પોસ્કો એક્ટ કલમ ૪, ૬ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ જેમાં ગતરાત્રિના વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. બી.ડી. પરમાર, જીતુભાઈ પટેલ, વિજયભાઈ નાગજીભાઈ અને અશ્વિનભાઈ રંગાણી પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન આરોપીને ઝડપી પાડેલ છે અને વધુ તપાસ વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. એસ.એ. ગોહિલ ચલાવી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text