મોરબી : જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની ફોરમ ગ્રુપનો શપથ વિધિ સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની ફોરમ ગ્રૂપનો શપથવિધિ સમારોહ યોજાયો હતો.જેમાં ટોચના અગ્રણીની હાજરીમાં બને સંસ્થાના હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા હતા.

મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની ફોરમ ગ્રુપના નવા વરાયેલા હોદેદારોના શપથવિધિ સમારોહનું તાજેતરમાં શબરી ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જૈન સોશ્યલ ગ્રુપના પ્રમુખ તરીકે જતેન્દ્રભાઈ સંઘવી, સેક્રેટરી તરીકે નીતિનભાઈ મહેતા અને કરોબારી ટીમ તથા સંગીની ફોરમ ગ્રુપના પ્રમુખ તરીકે મીનબર્ન દફ્તરી ,સેક્રેટરી તરીકે દીપ્તિબેન દોશી અને કારોબારી ટીમે શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે જે.એસ.જીના સોરાષ્ટ્ના ચેરમેન મનીષભાઈ દોશી, જી.એસ.જી. ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશભાઇ શાહ, ઇન્ટરનેશનલ ડાયરેકટર જયેશભાઈ શાહ, પૂર્વ રીજયન ચેરમેન નિલેશભાઈ કામદાર, સેજલભાઈ કોઠારી, કેતનભાઈ મહેતા, અગ્રણી ઉધોગપતિ જયેશભાઇ તથા હાર્દિકભાઈ દોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text