મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસો નહી સોંપાઈ તો આંદોલન

- text


400થી વધુ લાભાર્થીઓઓએ નાણા જમા કરાવ્યા છતાં તંત્રની આવાસોનો કબ્જો સોંપવામાં ડાંડાઇ : સામાજિક કાર્યકરોની મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબો માટે નવા આવાસો તૈયાર થઈ ગયા હોય અને આવાસો માટે સરકારે નક્કી કરેલી રકમ ભરપાઈ કર્યા છતાં હજુ સુધી 400થી વધુ લાભાર્થીઓને આવાસોનો.કબ્જો સોપાયો નથી.પાલિકા તંત્ર આવાસોનો કબ્જો સોંપવામાં રીતસર ડાડાઇ કરતું હોવાની ફટીયાદ સાથે સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રીને રજુઆત કરી જો લાભાર્થીઓને આવાસોનો કબ્જો નહિ અપાઈ તો 10 જૂને આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે અને જગદીશભાઈ બાભણીયા તથા મુસભાઈ બ્લોચે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોને ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજન અમલમાં મુકવામાં આવી છે.જમા આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોરબીમાં 1600 આવાસો બનાવવા માટે રૂ.67.77 કરોડનો પ્રોજેકટ મંજુર કરાયો હતો.અને મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટના પાછળના ભાગે ગરીબો માટે આવાસો તૈયાર કરવામાં આવ્યા છે.ગતતા.9/4/2018ના રોજ પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયાના હસ્તે આ આવાસોનો કોમ્યુટરરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો.જોકે લાભાર્થીઓએ પહેલા રૂ.10 હજારનો હપ્તો ભરપાઈ કર્યો હતો. બાદમાં 400થી વધુ લાભાર્થીઓએ ડ્રો પછી રૂ.70 હજાર હપ્તે હપ્તે પાલિકામાં જમા કર્યા હતા.જોકે નિયમ મુજબ નાણાં જમા કરાવ્યા બાદ પણ આ ગરીબ લાભાર્થીઓનું ઘરનું ઘર મેળવવાનું સ્વપ્ન સાકાર થયું નથી.તંત્ર ગરીબ લાભાર્થીઓને આવાસો સોંપવામાં રીતસર ડાડાઈ કરતું હોવાનું જણાવીને હવે 30 દિવસમાં લાભાર્થીઓને આવાસોનો કબ્જો નહિ સોપાઈ તો સામાજિક કાર્યકરોએ આગામી તા.10 જુનના રોજ ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text