મોરબી જિલ્લામા ગરમીનો પારો ઉચકાતા ઇમરજન્સી કેસો વધ્યા

- text


એપ્રિલ માસમાં ૧૦૮એ કુલ ૧૮૬ ઇમરજન્સી કેસ હેન્ડલ કર્યા

મોરબી : મોરબી જિલ્લામા ગરમીનો પારો ઉચકાતા ઇમરજન્સી કેસોની સંખ્યા પણ વધી છે. ૧૦૮ દ્વારા એપ્રિલ માસ દરમિયાન દુખાવા, ચેસ્ટ પેઇન, વોમિટિંગ સહિતના કુલ ૧૮૬ ઇમરજન્સી કેસો હેન્ડલ કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામા એપ્રિલ માસ દરમિયાન ગરમીનો પારો સતત ઉંચો રહ્યો હતો. જેથી ગરમીના કારણે દર્દીઓની સંખ્યા પણ વધી હતી. એપ્રિલ માસમાં ૧૦૮ દ્વારા એબનોર્મલ પેઇનના ૪૩, બી.પી. પ્રોબ્લેમના ૬, ચેસ્ટ પેઇનના ૨૩, ઇએનટી પ્રૉબ્લેમના ૧, ફેઈન્ટિંગના ૧૪, ફોલ વીકટીમના ૩૬, ડીહાઇડ્રેશનના ૯, અનકોન્સીઅસના ૪૨ અને વોમિટિંગના ૧૨ મળી કુલ ૧૮૬ ઇમરજન્સી કેસોને હેન્ડલ કર્યા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text