મોરબી : બી.કોમ.સેમ 6માં શ્રીમતી આર.ઓ.પટેલ મહિલા કોલેજ અવ્વલ

- text


ઈંગ્લીશ મીડિયમમાં 96 % તેમજ ગુજરાતી મીડિયમમાં 73% જેટલું ઊંચું રિઝલ્ટ મેળવી ફસ્ટક્લાસની પરંપરા જાળવી

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા બી.કોમ. સેમેસ્ટર 6 (ન્યુ કોર્ષ)નું માત્ર 37.50% જેટલું જ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. પરંતુ મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું ઈંગ્લીશ મિડીયમનું રીઝલ્ટ 96% અને ગુજરાતી મિડીયમનું રીઝલ્ટ 73% જેટલું મેળવી દર વર્ષની માફક અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી છે. આમ બન્ને માધ્યમમાં સાથે મળીને 82.30% જેટલું સરેરાશ રીઝલ્ટ મેળવીને યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી જિલ્લા તથા કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે.

કોલેજમાં પ્રથમ નંબરે કાવર જાનકી જેરાજભાઈ 3433/4400 (યુનિવર્સિટી રેન્ક 22), બીજા નંબરે ખરચરીયા નિકીતા જીતેન્દ્રભાઈ 3408/440‌0 (યુનિવર્સિટી રેન્ક 34), ત્રીજા નંબરે ઝાલા ગાયત્રીબા યુવરાજસિંહ 3391/4400 (યુનિવર્સિટી રેન્ક 46), ચોથા નંબરે ભાટિયા ધરતીબેન દુર્લભજીભાઈ 3376/4400 (યુનિવર્સિટી રેન્ક 53), અને પાંચમા નંબરે પનારા ગાયત્રીબેન જીતેન્દ્રભાઈએ 3368/4400 (યુનિવર્સિટી રેન્ક 60) માર્કસ મેળવી કોલેજ પરીવારનું નામ રોશન કર્યું છે.

કુલ 197 વિધાર્થિનીઓ માંથી 152 વિધાર્થિનીઓ એટલે કે 77% વિધાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ માર્ક) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે.

કોલેજને મળેલ આવા ઝળહળતાં રીઝલ્ટ માટે વિધાર્થિનીઓનો અથાગ પરિશ્રમ તદુપરાંત કોમર્સ વિદ્યાશાખાનાં સર્વે સ્ટાફગણનું વિધાર્થિનીઓ ઉપર સતત મોનેટેરીંગ, સાથેસાથ ઉત્કૃષ્ટ પરીણામ મેળવવા માટે ઉંડાણપૂર્વકના અભ્યાસ અંગેનું બહુમૂલ્ય માર્ગદર્શનનું પ્રદાન ખાસ મહત્વનું રહ્યું હતું.

- text

સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના એચ.ઓ.ડી. મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text