મોરબીમાં 4.50 લાખના સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી

- text


સોની પરિવાર લગ્નમાં હાજરી આપવા ગયો ને પાછળથી તસ્કરો ત્રાટકયા

મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા કુબેરનગરમાં આવેલા રહેણાક મકાનને નિશાન બનાવીને તસ્કરો 4.૨૦ દાગીના અને રોકડા ૩૦ હજાર કુલ રુપયા 4.૫૦ લાખની મતા ચોરી કરી ગયા હતા.જોકે સોની પરિવાર લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયો હતો અને પાછળથી તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને તસ્કરોને ઝડપી લેવા રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

આ ચોરીના બનાવની પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગર માં રહેતા અને સુવર્ણકલા જવેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા કૌશિકભાઈ પાટદિયા (ઉ.વ.૫૫) અને તેમનો પરિવાર ગત તારીખ ૨૮ ના રોજ સવારે તેના નાના ભાઈ દિનેશભાઈ દીકીરીના લગ્ન હોવાથી પારેખ શેરીમાં લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયો હતો.બાદમાં પાછળથી તેમના બધ મકાનમાં તસ્કરો ખબકયા હતા.તસ્કરો તેમના મકાનમાંથી રૂ.4.20 લાખની માલમતાની ચોરી કરી ગયા હતા.દરમ્યાન ગત રાત્રીના સમયે કૌશિકભાઈની પત્ની ઘરે આવ્યા હતા.અને તેમણે કૌશીક્ભાઈ ને ફોન કર્યો કે તમે સોના ચાંદીના દાગીના ક્યાં રાખ્યા છે.જેથી કોશિકભાઈ તુરત ઘરે આવ્યા હતા. અને જોયું તો કબાટ ખુલો અને પાછળની ગેલેરી સળિયા તૂટેલા હતા અને કબાટ ખુલો હતો જેમાંથી તસ્કરો રોકડા રૂપિયા રૂ.30 હજાર અને રૂ.4.20 લાખના દાગીના કુલ રૂપિયા 4.50 લાખના દાગીના ચોરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું.આથી આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘટનાસ્થળનું બાઈકાઈ પૂર્વક નિરીક્ષણ કરીને તપાસ હાથ ધરી છે.તેમજ ફરિયાદ નોધીને ફિગર પ્રિન્ટ, એફ એસ એલ અને ડોગ સ્ક્વોડની મદદથી આ ચોરીના બનાવનો ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text