મોરબીમાં વધુ એક ઓનલાઈન છેતરપીંડી : ખાતામાંથી રૂ.10 હજાર ઉપડી ગયા

- text


યુવાને પોતાના બેક એકાઉન્ટમાંથી રૂ.10 હજાર ઉપડી ગયાની જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી

મોરબી : મોરબીમાં ઓનલાઈન ફ્રોડ અને એટીએમ ફ્રોડનો અનેક બનાવો બની ચુક્યા છે.જેમાં ભેજાબાજ ટોળકીનો અનેક લોકો ભોગ બનતા રહ્યા છે. ત્યારે વધુ એક ઓનલાઈન ફોર્ડનો બનાવ બન્યો છે. જેમાં ઓનલાઈન પેમેન્ટ એપ મારફત યુવાનના ખાતામાંથી ૧૦ હજારની રકમ ઉપડી ગયાની એસપીની લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

આ ઓનલાઈન ફોર્ડના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની માધાણી શેરીના રહેતા વિશાલ સિદ્ધપુરા નામના યુવાને જીલ્લા પોલીસવડાને લેખિતમાં ફરિયાદ કરી હતી કે તેની સાથે ઓનલાઈન છેતરપીંડી થઇ હોવાની રાવ કરી હતી.વધુમાં ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તા. ૨૪ ના રોજ ફોન પે ઓનલાઈન એપ્લીકેશનમાં UPI ના માધ્યમથી બાઈક વેચવા માટે તે UPI દ્વારા વ્યવહાર કરવાની વાત થઇ હતી જે માટે મનીષકુમાર નાયક નામના શખ્સે યુવાનના નાના ભાઈ ચિરાગ સિદ્ધપુરા સાથે વાતચીત કરી હતી કે તમારો બાઈક શાઈન ના હું મનીષકુમાર નાયક રૂ ૪૦,૦૦૦ ફોન પે UPI દ્વારા આપીશ અને બે ત્રણ દિવસ પછી બાઈકની ડીલીવરી કરશે તેવું તેણે જણાવ્યું હતું.બાદમાં આપેલા UPI નંબરને પગલે ખાતામાંથી ૧૦,૦૦૦ રૂપિયા ઉપાડીને ખોટી વાતો બનાવી ૧૦ હજાર રૂપિયાની છેતરપીંડી કરી હતી.આ લેખિત ફરિયાદ બાદ એલસીબી ટીમે આ ઓનલાઈન ફ્રોડના બનાવની સઘન તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text