મોરબીના બે રાજકીય હરીફોએ તંદુરસ્ત લોકતંત્ર માટે એક સાથે મતદાનની અપીલ કરી

- text


પૂર્વ ધારાસભ્ય કાન્તિ અમૃતિયા અને પાસના કન્વીનર મનોજ પનારાએ ખેલદિલીથી મજબૂત લોકશહીને ટકાવવા વધુને વધુ મતદાન કરવાની અપીલ સાથે એક સાથે ફોટો પડાવ્યો

મોરબી : મોરબીમાં આજે લોકશાહીની ચૂંટણીમાં તંદુરસ્ત લોકશાહીના જતન માટે એક સબળ રાજકીય સમીકરણ જોવા મળ્યું હતું. જોકે અંગત સ્વાર્થ ખાતર નેતાઓ ગમે તેવા ખેલ પાડી દેતા હોવાની નવી વાત નથી. પરંતુ આજે એકબીજાના રાજકીય કટ્ટર હરીફ ગણતા પૃવ ધારાસભ્ય કાન્તિ અમૃતિયા અને પાસના કન્વીનર સંજોગવસાત ચૂંટણીમાં બુથ પાસે ભેગા થઈ ગયા બાદ બન્નેએ લોકોને તંદુરસ્ત લોકશાહીના જતન માટે વધુને વધુ મતદાન કરવાનો મેસેજ આપ્યો બંનેએ સાથે ફોટો પડાવ્યો હતો.

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પાસના કન્વીનર મનોજભાઈ પનારા એકબીજાના રાજકીય કટ્ટર હરીફો મનાઈ છે. અગાઉ આ બન્ને નેતાઓએ એકબીજા વિરુદ્ધ ભારે આક્ષેપબાજી ચલાવી હતી. પણ આજે લોકસભાની ચૂંટણીમાં આ બન્ને રાજકીય કટ્ટર હરીફોએ તંદુરસ્ત લોકશાહી માટે એક સારું કહી શકાય તેવું રાજકીય સમીકરણ રચ્યું હતું. બન્યું એવું હતું કે આ બને રાજકીય હરીફો આજે લોકસભાની ચૂંટણીમાં એક મતદાન બુથ પર ભેગા થઈ ગયા હતા.ત્યારે જૂની રાજકીય અદાવત ભૂલીને બન્નેએ લોકોને વધુને વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી .ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયા અને મનોજભાઈ પનારાએ સાથે મળીને મજબૂત લોકશાહીને ટકાવી રાખવા લોકો વધુને વધુ મતદાન કરે તેવો મેસેજ આપ્યો ફોટો સાથે પડાવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text