ખાનગી હોસ્પિટલની પ્રેરણાદાયી પહેલ : ચૂંટણીમાં મતદાન કરનાર દર્દીઓને રાહતદરે સારવાર અપાશે

- text


અવી આંખની હોસ્પિટલ દ્વારા મતદાન જાગૃતિ લાવવાની અનોખી પહેલ

મોરબી : તા.23 એપ્રિલ ના રોજ લોકસભની ચૂંટણી માટે મતદાન થનાર છે.ત્યારે લોકો વધુને વધુ મતદાન કરે તે માટે જનજાગૃતિ લાવવ માટે મોરબીની અવી આંખની હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.મતદાન કરનાર દર્દીઓને રાહતદરે સારવાર આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આગામી 23 એપ્રિલના રોજ યોજાનાર લોકસભની ચૂંટણીમાં લોકો નિષ્પક્ષ અને ભયમુક્ત બનીને તંદુરસ્ત લોકશાહીના નિર્માણ માટે વધુને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ અને વિવિધ સંસ્થાઓ જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે.ત્યારે મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ પર આવેલ અવી આખની હોસ્પિટલ દ્વારા લોકો વધુને વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે ખાસ સ્કીમ અમલમાં મુકવામાં આવી છે.જેમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરનાર દર્દીઓને આ હોસ્પિટલમાં રાહતદરે ટ્રીટમેન્ટ અપાશે.અને તા.23 તથા.તા.24ના રોજ મતદાન કરેલું હોય તેવા દર્દીઓને નવા કેશમાં રૂ.200 અને જૂના કેશમાં રૂ.100માં સારવાર અપાશે. આ અંગે આ હોસ્પિટલના ડો.અશ્વિન બુધ્ધદેવએ જણાવ્યું હતું કે લોકો મતદાન માટે જાગૃતિ આવે તે માટેનો અમારો આ પ્રયાસ છે.તેમણે લોકસભાની ચૂંટણીમાં લોકોને વધુને વધુ મતદાન કરે તેવી અપીલ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text