હળવદ : મને જીતાડશો તો મતદારો સાથે વિશ્વાસઘાત કે દ્રોહ નહિ કરું : રતનસીહ ડોડીયા

- text


ધારાસભ્યને મળતો પગાર ખેડૂતો, માલધારીઓ અને મજુરોના હિતમાં વાપરીશ : હળવદ બેઠકના અપક્ષ ઉમેદવાર રતનસિંહ ડોડીયાનું પ્રજાજોગ સોગંદનામું

હળવદ : હાલ લોકસભાની ચૂંટણીની સાથો સાથ હળવદ – ધ્રાંગધ્રા ૬૪ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સહિત ૧૧ ઉમેદવારો મેદાનમાં છે. જેમાંના એક અપક્ષ ઉમેદવાર ખેડૂતોના પ્રશ્ને સતત લડત આપતા રતનશી ડોડીયાએ સોગંદનામું કરી જાહેરત કરી છે કે આ ચૂંટણીમાં જો તેઓ જીત મેળવશે તો ધારાસભ્યને મળતો તમામ પગાર આ વિસ્તારના લોક ઉપયોગી કાર્ય માટે ખર્ચ કરવાનું સોગંદનામું કરી લોકોને બાંહેધરી આપી છે.

લોકસભા સામાન્ય અને હળવદ વિધાનસભા બેઠકની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હળવદ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ખેડૂત અગ્રણી અપક્ષ ઉમેદવાર રતનસિંહ ડોડીયાએ ચકચારી જગાવતું સોગંદનામું પ્રજાજોગ જાહેર કરી ધારાસભ્ય તરીકેના પગારની એક-એક પાઇ પ્રજા માટે ખર્ચવાની જાહેરાત કરી છે. મતદારો સાથે પોતાના સ્વાર્થ માટે વિશ્વાસઘાત અને દ્રોહ નહિ કરવાનું વચન આપી પાટલી બદલું રાજકારણીઓને ચિંટીઓ ભર્યો છે. હાલ નેતાઓ પોતાના સ્વાર્થ માટે ગમે ત્યારે પાર્ટી બદલી લેતા હોય છે. ત્યારે કયાંકને કયાંક મતદારોને પણ નેતાઓ પર ભરોસો રહ્યો નથી. હળવદ – ધ્રાંગધ્રા ૬૪ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ધ્રાંગધ્રા તાલુકાના રતનપર ગામના રતનસિંહ વજુભાઈ ડોડીયાએ સોગંદનામું રજુ મતદારોને જણાવ્યું છે કે, તમે મારા પર વિશ્વાસ મુકી મને ચૂંટશો તો જયાં સુધી વીધાનસભાના સભ્ય તરીકે રહીશ ત્યાં સુધી તમામ મતદારોને વિશ્વાસઘાત કે દ્રોહ નહીં કરું. મારા વિધાનસભા કાર્યકાળ દરમિયાન તમામ ધર્મ, જાતિના નાગરીકો, ખેડૂતો, વેપારીઓ, માલધારીઓ અને મજુરોના હિત માટે વિકાસશીલ કામો કરતો રહીશ અને તમામ પ્રાણપ્રશ્નો માટે હું વિધાનસભામાં તેમજ જાહેર જીવનમાં પ્રશ્નો ઉઠાવતો રહીશ તેમજ લડતો રહીશ તેમ અપક્ષ ઉમેદવારે સોગંદનામામાં જણાવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text