મોરબીમાં ડો. પ્રશાંત મેરજાની પુણ્યતિથિએ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

- text


 

૩૭૮ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો : રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ પણ વિશાળ સંખ્યામાં હાજરી આપી

મોરબી : મોરબીમાં મેરજા પરિવાર દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ડો.પ્રશાંત મેરજાની 11 મી પુણ્યતિથિ નિમિતે આજે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, ફ્રી સારવાર તથા દવા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો ૩૭૮ દર્દીઓએ લાભ લીધો હતો.

- text

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પુત્ર ડો.પ્રશાંત મેરજાનું કેટલાક વર્ષો અગાઉ માર્ગ અકસ્માત અવસાન થયું હતું.ત્યારે મેરજા પરિવાર દ્વારા પોતાના વ્હાલસોયા પુત્રને તેમના દરિદ્ર નારાયણની સેવા કરવાના ધ્યેયને ખરા અર્થમાં સાર્થક કરીને દર વર્ષે તેની પુણ્યતિથિએ દરિદ્ર નારાયણની સેવા કરીને દિવંગત પુત્રને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ મેરજા પરિવાર દ્વારા દિવંગત ડો.પ્રશાંત મેરજાની11 મી પુણ્યતિથિ નિમિતે આજે ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ, વાવડી ચોકડી નજીક અતુલ ઓટોની બાજુમાં મોરબી ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, ફ્રી સારવાર તથા દવા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૩૭૮ જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ પણ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.

- text