વાંકાનેર : ઘર પાસે આંટાફેરા કરવાની ના પાડતા પરિવારને ધમકી આપી

- text


વાંકાનેર : વાંકાનેરના ભાટિયા સોસાયટીમાં ઘર પાસે આંટાફેરા કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતી આયુષીબેન રમેશભાઈ ઉધરેજા ઉ.વ.18 એ તેજ વિસ્તારમાં રહેતા લાભુડો વાગડીયા અને પવો વાગડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે,આ બન્ને આરોપીઓ તેમના ઘરની પાસે આંટાફેરા કરતા હોવાથી યુવતીના પિતાએ તેમના ઘર પાસે આંટાફેરા નહિ કરવા અને ઘર સામે ઊભા રહેવાની આરોપીઓને ના પાડી હતી.આથી ઉશ્કેરાયેલા આરોપીઓએ યુવતીના માતાપિતાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ અંગે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text