મોરબીવાસીઓ આનંદો : બીએસએનએલની 4જી સેવા શરૂ થશે

- text


ટુ જી અથવા થ્રિ જી કાર્ડ ધારકોએ ફોર જી માટેનું નવું કાર્ડ મેળવી લેવા બીએસએનએલની ગ્રાહકોને અપીલ

મોરબી : ભારત સંચાર નિગમ લીમીટેડ દ્વારા મોરબી જિલ્લામાં બીએસએનએલની 4g મોબાઈલ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. મોરબીના બી.એસ.એન.એલના ગ્રાહકો વર્ષોથી ફોરજી સેવાની માંગણી કરી રહ્યા હતા. જેમાં કોઈને કોઈ કારણોસર વિઘ્ન આવતા રહેતા હતા પણ રાજકોટ પી.જી.એમ.ટી.ડી. અશોક ઉપાધ્યાયના અથાક પ્રયાસોને કારણે આખરે મોરબીમાં બી.એસ.એન.એલની ફોરજી સેવા શરૂ થઈ છે. આ માટે હાલમાં ટુ જી અથવા થ્રિ જી કાર્ડ ધારકોએ ફોર જી માટેનું નવું કાર્ડ મેળવવું પડશે. જે માટે લીગલ ફોટો આઈ ડી વાળી પ્રમાણિત ઝેરોક્ષ કોપી બી.એસ.એન.એલમાં જમા કરાવવાથી તુરંત ફોર જી સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. આ માટે તા.9/4/2019ને મંગળવારથી સવારે 10:00 થી 5:00 સુધી કાર્ડ બદલી આપવામાં આવશે. વધુ માહિતી માટે ફોન નંબર 02822 221311 ઉપર સંપર્ક કરવા મોરબી એસ.ડી.ઇ. એ.કે.ઠોરીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text