મોરબી : ચકીયા હનુમાન મંદિર સામે પાણી અને છાસનું વિતરણ કેન્દ્ર શરૂ થયું

- text


મોરબી : ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે છાંયડો શોધવાનું મુશ્કેલ બન્યું છે. જિલ્લા કલેકટરે બપોરના સમયે ખાસ કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગ માટે આવું જાહેરનામું કશા કામનું નથી હોતું. કેમકે જો તેઓ ગરમીથી બચવા બહાર નીકળવાનું ટાળે તો ઘર ચલાવવું મુશ્કેલ બની જતું હોય છે. અસહ્ય ગરમીમાં કામર્થે નાછૂટકે બહાર નીકળતા આવા મહેનતકશ રાહગીરો માટે ચકીયા હનુમાનના મંદિર સામે સેવાભાવીઓએ ઠંડા પાણી તથા છાસ વિતરણ કરતું એક કેન્દ્ર શરૂ કર્યું છે. જેનો લાભ લઇ ગરમીથી ત્રસ્ત લોકો ઠંડક મેળવી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text