મોરબી : મતદાન જાગૃતિ અર્થે લાયન્સ કલબ અને ઓમ શાંતિ વિદ્યાલય દ્વારા રેલી યોજાઈ

- text


મોરબી : ભારતમાં મોટે ભાગે ચૂંટણીમાં મતદાન કરવા પ્રત્યે ઉદાસીનતા સેવવામાં આવે છે. જેને કારણે ચૂંટાયેલી સરકાર પણ મેળવેલા મતની ટકાવારીની દ્રષ્ટિએ અલ્પમતમાં હોય તેવું બનતું આવ્યું છે. મતદારોની આવી ઉદાસીનતા દૂર કરવા અને લોકશાહીના મહા પર્વ એવી લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાનની પવિત્ર ફરજ નિભાવે એ અંગે જાગૃતિ લાવવા ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી તેમજ ઓમ શાંતિ વિદ્યાલયના સયુંકત ઉપક્રમે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે 10:30 કલાકે નહેરુગેટ ચોંકથી નીકળેલી આ રેલી શાકમાર્કેટ, ટાઉનહોલ થઈ સનાળા રોડ સરદારબાગ પાસે ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં વિરમી હતી. આ રેલીમાં લાયન્સ કલબના મેમ્બરો ઉપરાંત ઓમ શાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. મતદાન જાગૃતિ માટેના વિવિધ બેનરો સાથે યોજાયેલી આ રેલીમાં શહેરવાસીઓને મતદાન અવશ્ય કરવા માટેની અપીલ કરવા સાથે મતદાન શા માટેનો પ્રેરણાદાઈ સંદેશો પણ આપવામાં આવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text