મોરબી : સિવિલ હોસ્પિટલની ડચકા ખાતી એક માત્ર લિફ્ટ ફરીથી બંધ

- text


મોરબી : જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રહેલી એક માત્ર લિફ્ટ પાછલા દિવસોથી મરવાના વાંકે જીવતી હતી તે આજે અચાનક બંધ થઈ જતા દર્દીઓની હાલાકીમાં અસહ્ય વધારો થયો છે.

વારંવાર ખોટવાઈ જતી એક માત્ર લિફ્ટ આજે સાવ ધબાઈ નમઃ થઈ જતા સેંકડો દર્દીઓને ત્રાહિમામ પોકારાવી દેતી ગરમીમાં પગથિયાં ચડવા ઉતરવા પડતા દેકારો મચી ગયો છે. હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી 400 બોક્સ જેટલી દવાનો જથ્થો આજરોજ આવતા લિફ્ટના વાંકે નીચે જ પડી રહ્યો છે. ત્યારે હોસ્પિટલના સત્તાવાળાઓ ઇમરજન્સી કેસ ગણી લિફ્ટની તાત્કાલિક સારવાર કરાવે તેવી માંગ દર્દીઓ તેમજ તેમના સગાવહાલાઓ કરી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text