મોરબી : ભારત વિકાસ પરિષદ દ્વારા તારીખ 7ને રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

- text


વિવિધ રોગના 13 જેટલા નિષ્ણાંત ડોક્ટરો આ કેમ્પમાં સેવા આપશે

મોરબી: “માનવસેવા એ જ પ્રભુસેવા”ની ઉક્તિ સાર્થક કરવા માટે ભારત વિકાસ પરિષદ-મોરબી તથા સ્વ. ગોવિંદભાઇ હીરાભાઈ રાઠોડની સ્મૃતિમાં તારીખ 7 અપ્રિલને રવિવારે સવારે 9:00 થી 12:30 દરમિયાન નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જુના નાગડાવાસ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિવિધ રોગના 13 જેટલા નિષ્ણાંત ડોક્ટરો પોતાની સેવા આપશે.

આ કેમ્પમાં બી.પી., ડાયાબિટીસ, હૃદયરોગ, આંખના રોગ, સ્ત્રીરોગ, બાળરોગ, ચામડીના રોગ, હાડકા-સાંધાના રોગ, દાંતના રોગ તથા તમામ સામાન્ય રોગોનું મફત નિદાન તથા સર્વત્ર કરવામાં આવશે, આ ઉપરાંત બ્લડ ગૃપીંગ, બ્લડ સુગરની તપાસ તથા રિપોર્ટ અને દવા પણ મફતમાં આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે સંસ્થાના મંત્રી હરેશભાઇ બોપલીયા, પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા પ્રોજેક્ટ ચેરમેન ડો. જયેશભાઇ પનારા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પ અંગે વધુ માહિતી માટે અશ્વિનભાઈ રાઠોડ(9726921384) તથા હરદેવભાઈ ડાંગર(9727367555) પર સંપર્ક કરવાનો અનુરોધ કરાયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text