મોરબી : લલિત કગથરા શક્તિ માતાજીના દર્શન કરી રાજકોટ ઉમેદવારી ફોર્મ ભરવા રવાના

- text


મોરબી : રાજકોટ લોકસભા સીટ પરના ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાએ ગઈકાલે શનાળા ગામે શક્તિ માતાજીના દર્શન કર્યા બાદ પોતાનું નામાંકન પત્ર ભયું હતું.ત્યારે આજે રાજકોટ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા પણ સવારે શનાળા ગામે શકિત માતાજીના દર્શન કરીને રાજકોટમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જવા રવાના થયા હતા.

- text

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્વની કહી શકાય તેવી રાજકોટ લોકસભા મત વિસ્તાર પર સૌની નજર છે ત્યારે આજે રાજકોટ લોકસભા મતવિસ્તાર માંથી પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહેલ લલિતભાઈ કગથરાએ પોતાની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રબિંદુ સમાન મોરબી પાસેના શકત શનાળા ગામે આવેલ સુપ્રસિદ્ધ શક્તિ માતાને શીશ નમાવી ધજા ચડાવી રાજકોટ પોતાનું નામાંકન પત્રક ભરવા રવાના થયા છે.રાજકોટ લોકસભા વિસ્તારના કોંગ્રેસ ના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે હું કેટલા મતે જીતીશ એ માતાજી નક્કી કરશે પ્રજા નક્કી કરશે હું રાજકોટના તમામ નાના મોટા ઉદ્યોગો માટે નવી સ્કીમ લઇ આવીશ જેમ જીઆઇડીસી શાપર વેરાવળ હતું જેમ લોધીકા કોંગ્રેસના શાસનમાં હતું તેમ રાજકોટ થી 30 – 40 કિલોમીટર દૂર એવી સ્કીમો લઇ આવી જોઈએ જ્યાં ઉદ્યોગો સ્થપાય એને સેલટેક્સ જીએસટી માફ હોય ગામડાના લોકોને ત્યાં રોજીરોટી મળે અને યુવાનોને કેમ નોકરી મળે તેના માટે ના હું પ્રયત્નો કરીશ તેમ જણાવ્યા હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text