મોરબીના બે યુવાનોને રાજકોટમાં હનીટ્રેપમાં ફસાવી ૯૬ હજારની મતા પડાવી લીધી

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા બે યુવાનોને બે યુવતી સહિત ચાર લોકોએ હનીટ્રેપમાં ફસાવી રાજકોટ બોલાવીને ૯૬ હજારની મતા બળજબરીથી પડાવ્યાની રાજકોટ બી.ડીવીમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા કૌશિક વેલજીભાઈ પાલરીયાના પત્નિનું બે વરસ પહેલાં અવસાન થયા બાદ આઠેક માસ પહેલા તેઓ રાજકોટની નઝમા ઉર્ફે નઝુના પરિચયમાં આવ્યા હતા. ગત ૧૯ માર્ચે રાજકોટથી નઝમાનો ફોન આવતા કૌશિકભાઈ તેમના મિત્ર વિરલ કાંતિભાઈ મકવાણાને લઈને અલ્ટો કાર નંબર GJ 36 F 2514 માં રાજકોટ ખાતે નઝમાને મળવા મોરબીથી નીકળ્યા હતા. ત્યારે રાજકોટમાં મોરબી રોડ પર નઝમાએ ધરતી નામની યુવતીને મોકલીને બન્ને યુવકોને ભગવતીપરા બાજુ લઈ આવવાની સૂચના આપી હતી. ધરતીને કારમાં બેસાડીને બન્ને યુવકો ભગવતીપરા પાસે આવેલ વોકળા પાસે પહોંચતા જ અચાનક બે અજાણ્યા શખ્સો એક્ટિવા સ્કૂટર પર ઘસી આવ્યા હતા. જેણે આવતા વેંત ધરતીને ધમકાવીને ભગાડી મૂકી હતી. ત્યાર બાદ અમારી પાણીની મોટર ચોરાઈ ગઈ છે તેમાં તમે સંડોવાયેલા છો તેમ વાત કરી યુવકોને ધમકાવવાનું શરૂ કર્યું હતું. યુવકોને ડરાવી ધમકાવીને તમારા ગમે તે જાણીતાને ફોન કરી ઉભા ઉભ રૂ.૧.૨૦ લાખ મંગાવવાનું દબાણ ઉભું કરી આખરે બન્ને યુવકોના બે મોબાઈલ, સોનાનો ચેન તથા રોકડ રકમ મળીને કુલ ૯૬ હજારની મતા બળજબરીથી પડાવી લીધી હતી.

આ બાબતની ફરિયાદ કૌશિક પટેલે કરતા બી.ડીવી. પોલિસે નઝમા, ધરતી તેમજ બે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

 

- text