મોરબી: જલારામ મંદિર દ્વારા હાજીપીર જતા પદયાત્રીઓ માટે કૅમ્પનું 3જી એપ્રિલથી આયોજન

- text


પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સેવા કૅમ્પ યોજાશે

મોરબી: મોરબી શહેરના જલારામ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજીપીર જતા પદયાત્રીઓ માટે ભવ્ય મોબાઈલ સેવા કૅમ્પનું આયોજન તારીખ 3 એપ્રિલથી 4 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું છે, જેમાં ચા-પાણી, નાસ્તો, ઠંડા પીણાં, ભોજન તથા મેડીકલ સેવા ઉપલબ્ધ છે.

- text

‘જલ્લા સો અલ્લાહ’ના સૂત્રને સાર્થક કરતા જલારામ મંદિર દ્વારા શબવાહિની, વૈકુંઠરથ, અંતિમયાત્રા બસ, એમ્બ્યુલન્સ જેવી સેવા તથા દરરોજ સાંજે પ્રસાદ, દર ગુરુવારે મહાપ્રસાદ, બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, સામુહિક અસ્થિવિસર્જન, પદયાત્રીઓની સેવા, બ્લડ ડોનેશન સહિતની માનવસેવા કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના આપવામાં આવે છે. હાજીપીરના પદયાત્રીઓ ઉપરાંત પ્રતિવર્ષ આશાપુરાની પદયાત્રા અને માટેલ ચોટીલાની પદયાત્રામાં પણ સેવા આપવામાં આવે છે. આ કૅમ્પને સફળ બનાવવા માટે જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ, મોરબી નગર પાલિકાના કાઉન્સેલર ભાવિનભાઈ ઘેલાણી, ફારૂકભાઈ મૉટલાણી, હિતેષભાઇ જાની, મનોજ ચંદારાણા, ફિરોઝભાઈ, કાળુભાઇ પટેલ(જેતપુર), પોલાભાઈ પટેલ(બગથળા) સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

- text