મોરબીના લીલાપર ગામે આંગણવાડીમાં લોલમલોલ કામગીરી કરનાર વર્કર સસ્પેન્ડ

- text


અગાઉ સુધરવાની તક આપ્યા છતાં ન સુધરતા આઈ. સી.ડી.એસ.વિભાગે કરેલી કડક કાર્યવાહી

મોરબી : મોરબીના લીલાપર ગામે આવેલ આંગણવાડીમાં લોલમલોલ કામગીરી ચાલતી હોવાની ફરિયાદ સંદર્ભે આઇ.સી.ડી.એસ વિભાગે અગાઉ ચેકિંગ કરીને આંગણવાડી વર્કરને નોટિસ આપીને સુધરવાની તક આપી હતી.તેમ છતાં આંગણવાડીમાં લોલમલોલ કામગીરી યથાવત રહેતા અંતે આઈ સી.ડી.એસ વિભાગે જવાબદાર આંગણવાળી વર્કરને સસ્પેન્ડ કરીને ઘરભેગા કરી દીધા છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર ગામેં આવેલી આંગણવાડીમાં લોલમલોલ કામગીરી ચાલતી હોવાની અગાઉ ગામના નાગરિક ગૌતમભાઈ મકવાણાએ આંગણવાડીનું સંચાલન કાર્ય સભાવતા આઈ.સી.ડી.એસ વિભાગને ફરિયાદ કરી હતી.જેના અનુસંધાને આઈ.સી.ડી.એસ વિભાગે મોરબીના લીલાપર ગામે આવેલ આંગણવાડીમાં ચેકિંગ હાથ ધર્યું હતું.જેની તપાસમાં આંગણવાડીમાં નિયમોનુસાર કામગીરી થતી ન હોવાનું બહાર આવ્યું હતું.તેમજ બાળકોની ખોટી હાજરી પુરવી, સ્ટોક રજીસ્ટર ઉપલબ્ધ ન રાખવું, સ્ટોકનું યોગ્ય વિતરણ ન કરવું, બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ ન કરવી તેમજ ગામના તમામ લાભાર્થીઓને આઈસીડીએસ ની સેવાનો લાભ ન આપવા વગેરે ગેરરીતિઓ બહાર આવી હતી.આથી આઈ. ડી.સી.એસ વિભાગે આંગણવાડી વર્કર નિમાવત જાગૃતિબેન સતિષભાઈને આ ગેરરીતિઓ બદલ જે તે સમયે નોટિસ ફટકારીને અગણવાડીની તમામ કામગીરી નિયમોનુસાર કરવાની કડક સૂચના આપી હતી.તેમ છતાં આંગણવાડી વર્કરે આ તમામ કામગીરી લોલમલોલ રીતે જ કર્યે રાખતા ફરી આઈ. સી.ડી એસ.વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી.અંતે તાજતેરમાં આઈ. ડી.સી.એસ વિભાગના પોગ્રામ ઓફિસરે આ બાબતે કકડ કાર્યવાહી કરી લીલાપર ગામના આગણવાડી વર્કર જાગૃતિબેન નિમાવતને સસ્પેન્ડ કરી દીધા હતા.

- text