મોરબીમાં બે મકાનોના તાળા તૂટયા

- text


એક મકાનમાં રૂ. ૨ હજારની રોકડ ચોરાઈ : બીજા મકાનમાં ચોરી કરતી વેળાએ પાડોશી જાગી જતા તસ્કરો નાશી છૂટ્યા

મોરબી : મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ બે મકાનોના નકુચા તોડીને તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરી પોલીસને પડકાર ફેંક્યો છે. જો કે તસ્કરોને કોઈ કિંમતી ચીજ વસ્તુ હાથ ન લાગતા અંતે ૧૦ વારી રૂ. ૨ હજારની છૂટી નોટોની ઉઠાંતરી કરી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર પેટ્રોલપંપવાળી શેરીમાં ગુજરાત હાઉસિંગ સોસાયટી મેઈન રોડ પર એમ ૯૯૨ બ્લોકમાં રહેતા દિનેશભાઇ છોટાલાલ ભટ્ટના મકાનમાં તસ્કરોએ નકુચો તોડીને ઘરનો સમાન વેર વિખેર કરી દીધો હતો. જો કે ઘરના સભ્યો લગ્નમાં ગયા હોય કોઈ કિંમતી ચીજ વસ્તુઓ હાથમાં ન આવતા તસ્કરોએ શેટીની નીચે પડેલ ૧૦ વાળી રૂ. ૨હજારની નોટ ઉપાડી હતી.

- text

આ સાથે પાડોશમાં આવેલ ત્રણમાળિયાના મકાનમાં પણ તસ્કરોએ તાળા તોડ્યા હતા. પરંતુ અવાજ થતા પાડોશીએ જાગી જઈને લાઈટ ચાલુ કરતા તસ્કરો નાશી છૂટયા હતા. જો કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારોમાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ સઘન નાઈટ પેટ્રોલિંગની માંગ ઉઠાવી છે.

- text