મોરબી : નારણકા આંગણવાડીમાંથી નાસતો લઈને ભાઈ બહેને પોષણ પખવાડિયાને સાર્થક કર્યુ

- text


ભરબપોરે તડકામાં ઉઘાડા પગે નાસ્તો લઇ ઘરે જઈને ભાઈ બહેને નાસ્તાથી જઠરાગ્નિ ઠારી

મોરબી : મોરબી ગ્રામ્યમાં તાજેતરમાં પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણીને આ ગરીબ બાળકોએ સાર્થક કરી બતાવ્યુ હોય તેમ ભરબપોરે સુમસામ રસ્તે નાસતો લઈને જતા કેમેરામાં આબાદ ઝડપાયા હતા

મોરબીના નારણકા ગામની આંગણવાડીમાં પોષણ પખવાડીયા ઉજવણી અંતર્ગત વિવિધ પ્રકારનો નિયમ મુજબ પોષ્ટીક આહાર આપવામાં આવે છે જે અંગે લોકો જાગૃત થાય તે માટે તાજેતરમાં મોરબી જિલ્લામાં ઘણા ગામડાઓમા પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી જેથી આંગણવાડીમાં મળતા પોષણ યુક્ત ખોરાકથી લોકો જાગૃત થાય અને મળી રહે તે માટે લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને નારણકા ગામ નજીક દુર રહેતા ગરીબ આદીવાસી પરીવારના બાળકોને જાણે આ ઉજવણીને સાર્થક કરવા નીકળ્યા હોય તેમ નારણકા ગામની આંગણવાડીથી પોતાના ઘરે નાસતો લઈને ભરબપોરે સુમસામ રસ્તામાં પસાર થતા આ સુંદર દ્રશ્ય કેમેરામાં કંડરાયુ હતુ અને આ બાળકો મોટેરાઓને પણ બોધ આપે તેવુ કાર્ય કરી અન્ય લોકોને પ્રેરણારૂપ બન્યા છે જે ઉજવણીને સાર્થક કરતા જણાય છે અને અન્ય લોકોને પ્રેરણા મળે તેમ પોષ્ટીક આહાર લેવા દુર દુરથી ગામની આંગણવાડીએ પહોંચી પોષણ પખવાડિયાની ઉજવણીને આ બાળકોએ સાર્થક કરી બતાવ્યુ છે

- text

આજના જમાનાનો વ્યકિત ઘણુ બધુ પામવા છતા ક્યારેય પોતાના બાળપણની મોજ નથી માણી શકતો જે ક્યાકને ક્યાંક નાના ભૂલકાઓને જોઈ પોતે પણ બાળપણની યાદ તાજી કરવામાં વ્યસ્ત બની જતા હોય છે પરંતુ આ બન્ને ભાઇ-બહેન નારણકા ગામે આવેલ આંગણવાડીમાં ૧ કિલોમીટરથી દુરથી ક્યારેક દોડ લગાવી તો થાક અનુભવી બેસી જતા સુખ-દુખની વાતો કરતા પોતાની વાતોમાં મસ્ત બની જઈ રહ્યા હતા ન તો આ ભાઇ-બહેનને આગ ઓકતા સૂર્ય દેવનો ડર હતો કે જે ધખધખતા તાપમાં સરકારી યોજનાને જાણે મનોમન વિચારી પોષ્ટીક આહારને લેવા પહોંચી ગયા હતા ગુજરાત સરકાર ગરીબોને મળતા લાભો અનેક યોજના થકી ગરીબ પરીવારો સુધી પહોચાડાઈ છે જેનો લાભ આ બાળકો અનેરા આનંદ સાથે લઈને નાનપણની મોજ લેતા કેમેરામાં કંડરાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર ગરીબો માટે અનેક યોજના બહાર લાવે છે જેના થકી ગરીબ પરીવાર આ યોજનાઓનો લાભ લે તો વધુ રાહત મળી રહે તેમ છે જોકે આ બાળકો લોકોને પ્રેરણા પુરી પાડે તેવુ દ્રશ્ય છે જે અન્ય લોકો બોધ લે તો આ બાળકોની દુર દુરથી પગપાળા સવારી કોઇને જાગૃત કરી જાય તો નવાઈ નહી અને આ બાળકોની પગપાળા આંગણવાડી સુધીની સફર એળે નહી જાય તેમ લોકોમાં જાગૃતતા લાવવોનો અનેરો પ્રયાસ આ તસ્વીરે કર્યો છે.

- text