મોરબી : ગેસ્ટ હાઉસ ચેક કરવું છે તેમ કહી મેનેજરને માર માર્યો

- text


પત્રકાર તરીકેની ઓળખ આપી ત્રણ શખ્સોએ ગેસ્ટ હાઉસના મનેજરને માર મર્યાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા વ્રજ ગેસ્ટ હાઇસમાં ત્રણ શખ્સોએ પોતાની પત્રકાર તરીકે ઓળખ આપી ગેસ્ટહાઉસમાં ચેકિંગ કરવું છે તેમ કહીંને આ ગેસ્ટહાઉસના મેનેજરને છરી બતાવીને માર માર્યો હતો.એ ડિવિઝન પોલીસે મેનેજરની ફરિયાદના આધારે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ વ્રજ ગેસ્ટહાઉસમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ અમરશીભાઈ ડુંગરાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના સામાકાંઠે રહેતા મોહિત અને વિવેક તેમજ એક અજાણ્યો શખ્સ તેમના ગેસ્ટહાઉસમાં આવ્યા હતા અને પોતાની પત્રકાર તરીકે ઓળખ આપી આ ગેસ્ટહાઉસ ચેક કરવું છે તેમ કહ્યું હતું આથી મેનેજરે અમારા શેઠને આવવા દો તેમ કહેતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાયને મેનેજરને ગાળો આપી છરી બતાવી લાફો માર્યો હતો અને તેમજ તેમના વાળ પકડી પછાડી દઈ માર માર્યો હતો.મેનેજર ઉપર હુમલો કરીને ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા.બાદમાં મેનેજરએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text